કુર્લામાં વેહિકલ પાર્ટ્સનાં ૯ ગોડાઉન આગમાં બળીને ખાખ

08 April, 2021 10:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આગ લાગ્યાની જાણ થતાં પહેલાં ૮ ફાયર-એન્જિન ઘટનાસ્થળે ધસી ગયાં હતાં

તસવીર: પી.ટી.આઇ.

કુર્લામાં સીએસટી રોડ પર આવેલી વેહિકલ પાર્ટ્સ માર્કેટની ૪ નંબરની ગલીમાં ગઈ કાલે સાંજે ૪.૧૮ વાગ્યે આગ ફાટી નીકળી હતી. આગ લાગ્યાની જાણ થતાં પહેલાં ૮ ફાયર-એન્જિન ઘટનાસ્થળે ધસી ગયાં હતાં, પણ ત્યાર બાદ આગનો વ્યાપ વધતાં લેવલ ૩ની આગ જાહેર કરાઈ હતી. પછી અન્ય સાત ફાયર-એન્જિન પણ મોકલવામાં આવ્યાં હતાં. કુલ ૧૫ ફાયર-એન્જિન અને ૧૧ જમ્બો ટૅન્કર સાથે ફાયર-બ્રિગેડના જવાનોએ આગ પર કાબૂ મેળવવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આ આગમાં ૨ જણ ઘાયલ થયા હતા. આગમાં ૯ જેટલાં ગોડાઉનો બળીને ખાખ થઈ ગયાં હતાં. આગમાં ધુમાડાના ગોટેગોટા ઊડી રહ્યા હતા જે દૂરથી પણ જોઈ શકાતા હતા.

mumbai mumbai news kurla