મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર મોટો અકસ્માત; ૧૦૦ ફૂટ ઊંડી ખીણમાં પડ્યું ટ્રક

30 November, 2022 08:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ત્રણ વાહનો એકબીજા સાથે અથડાતા આ દુર્ઘટના બની હતી

પ્રતીકાત્મક તસવીર

`મુંબઈ-પુણે એક્સપ્રેસવે` (Mumbai-Pune Expressway) પર મોટો વાહન અકસ્માત સર્જાયો છે. ત્રણ ટ્રક એકબીજા સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ એક ટ્રક ખીણમાં પડી ગઈ હોવાના અહેવાલ છે. ખીણમાં પડેલી ટ્રકની કેબિનમાં ફસાઈ ગયેલા ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યો છે. દરમિયાન, આ ભયાનક અકસ્માત (Accident on Expressway)માં કોઈ જાનહાનિના સત્તાવાર સમાચાર મળ્યા નથી.

આજે મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર બોરઘાટ ખાતે આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. ત્રણ વાહનો એકબીજા સાથે અથડાતા આ દુર્ઘટના બની હતી. આ અકસ્માતમાં ત્રણ વાહનો મુંબઈ જતા માર્ગ પર એકબીજા સાથે અથડાયા હતા, જેના કારણે કન્ટેનર ટ્રક લગભગ સો ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. તેમ જ અન્ય એક ટ્રકની કેબિન ખીણમાં પડી હતી. આ અકસ્માત સવારે 4 વાગ્યાની આસપાસ થયો હોવાનું જાણવા મળ્યું છે.

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર, મુંબઈ તરફ જતા માર્ગ પર ઠેકુ ગામ પાસે ત્રણ વાહનો એકબીજા સાથે અથડાઈ. અકસ્માતને કારણે ત્રીજી ટ્રક રોડ પર પલટી ગઈ હતી. સદનસીબે ગંભીર અકસ્માત છતાં કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માતનું કારણ હજી સામે આવ્યું નથી.

આ પણ વાંચો: મધરાત્રે ગોરેગાંવમાં આઈટી પાર્ક પાછળના જંગલમાં લાગી ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં

 

mumbai mumbai news mumbai-pune expressway