આનંદ મહિન્દ્રાએ મુંબઇ લોકલના આ પ્રવાસીની તસવીર કરી શૅર,જુઓ શું છે ખાસ..

04 February, 2021 02:03 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

આનંદ મહિન્દ્રાએ મુંબઇ લોકલના આ પ્રવાસીની તસવીર કરી શૅર,જુઓ શું છે ખાસ..

તસવીર સૌજન્ય મિડ-ડે

મુંબઇની લાઇફલાઇલ મુંબઇ લોકલ ટ્રેન સેવા 1 ફેબ્રુઆરીથી સામાન્ય જનતા માટે ફરીથી શરૂ થઈ ગઈ છે. 10 મહિના પછી લોકલ ટ્રેનના શરૂ થવાથી સામાન્ય નાગરિકોમાં આનંદનો માહોલ છે. આ દરમિયાન એક તસવીર સામે આવી છે, જેમાં એક વ્યક્તિ ટ્રેનમાં જતા પહેલા ટ્રેનના બેઝને પગે લાગતો જોવા મળે છે. મળતી માહિતી પ્રમાણે, આ તસવીર મુંબઇના CSMT સ્ટેશનના પ્લેટફૉર્મ નંબર બે પર 1 ફેબ્રુઆરીના લેવામાં આવી હતી.

આ તસવીર ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ કરી છે. આનંદે આ તસવીરને ભારતની કહી છે. સોશિયલ મીડિયા પર આનંદે લખ્યું, "હું પ્રાર્થના કરું છું કે ભારતની આત્મા... આપણે આ ક્યારેય ગુમાવશું નહીં..."

રેલવેએ સામાન્ય નાગરિકોને લોકલ પ્રવાસની પરવાનગી આપી દીધી છે. જો કે, આ માટે એક ચોક્કસ સમય મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. સામાન્ય નાગરિક સવારે 7થી 12 અને સાંજે 4થી 9 વાગ્યા સુધીમાં પ્રવાસ કરી શકશે નહીં.

mumbai mumbai news anand mahindra mumbai local trai