વિદર્ભમાં BJPનો દબદબો રહ્યો કાયમ, કૉન્ગ્રેસે ઘણી જગ્યાએ ખેલ બગાડ્યો

23 December, 2025 10:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

MMR અને કોકણમાં BJPનો પગપેસારો, શિંદે સેનાએ પરંપરાગત વિસ્તારો ઉપરાંત રાજ્યભરમાં છાપ છોડી

પ્રતીકાત્મક તસવીર

મહાયુતિના નગરાધ્યક્ષ ૨૦૭, એમાં સૌથી વધુ ૧૧૭ BJPના; શિવસેનાના ૫૩ અને NCPના ૩૭

રવિવારે જાહેર થયેલાં પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી (BJP), શિવસેના અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના ગઠબંધનની મહાયુતિને નગર પરિષદો અને નગર પંચાયતોની ચૂંટણીમાં ભવ્ય વિજય મળ્યો હતો. મહાયુતિએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નગરાધ્યક્ષનાં કુલ ૨૦૭ પદો જીત્યાં હતાં, જ્યારે વિપક્ષમાં મહા વિકાસ આઘાડી (MVA)ના ભાગમાં માત્ર ૪૪ નગરાધ્યક્ષ પદ આવ્યાં હતાં. BJPને ૧૧૭, એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાને ૫૩ અને અજિત પવારની NCPને ૩૭ નગરાધ્યક્ષ પદ મળ્યાં હતાં. કૉન્ગ્રેસને ૨૮, NCP (SP)ને ૭ અને શિવસેના (UBT)ને ૯ નગરાધ્યક્ષ પદ મળ્યાં હતાં.

રાજ્યભરમાં BJP સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવી હતી છતાં કૉન્ગ્રેસને વિદર્ભમાં BJPના વિજયરથને અમુક મ્યુનિસિપલ સંસ્થાઓમાં અટકાવવામાં સફળતા મળી હતી. વેસ્ટર્ન મહારાષ્ટ્રમાં BJPને મહાયુતિના સાથી પક્ષો સાથે પણ લડવું પડ્યું હતું. જોકે પરંપરાગત રીતે શિવસેના, પેઝન્ટ્સ ઍન્ડ વર્કર્સ પાર્ટી (PWP) અને NCPનો ગઢ રહેલા મુંબઈ મેટ્રોપૉલિટન રીજન અને કોકણ પ્રદેશોમાં BJPને ઘણી જગ્યાએ નોંધપાત્ર સફળતા મળી હતી. એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાએ પણ મુંબઈ મેટ્રોપૉલિટન રીજનની બહાર તેમની પાર્ટીનો દબદબો વધાર્યો હતો.

આ છે ફાઇનલ રિઝલ્ટ
પાર્ટી     નગરાધ્યક્ષ
BJP    117
શિવસેના    53
NCP    37
કૉન્ગ્રેસ    28
શિવસેના (UBT)    09
 NCP (SP)     07

વિદર્ભ
પાર્ટી     નગરાધ્યક્ષ
BJP    55
શિવસેના    11
NCP    11
કૉન્ગ્રેસ    19
શિવસેના (UBT)    02
NCP (SP)     04
અન્ય    07

મરાઠવાડા
પાર્ટી     નગરાધ્યક્ષ
BJP    17
શિવસેના    11
NCP    11
કૉન્ગ્રેસ    04
શિવસેના (UBT)    02
 NCP (SP) 02    04
અન્ય    05

પશ્ચિમ મહારાષ્ટ્ર
પાર્ટી     નગરાધ્યક્ષ
BJP     23
શિવસેના    12
NCP    04
કૉન્ગ્રેસ    03
શિવસેના (UBT)    01
 NCP (SP) 03    04
અન્ય    02

ઉત્તર મહારાષ્ટ્ર
પાર્ટી     નગરાધ્યક્ષ
BJP    14
શિવસેના    12
NCP    06
કૉન્ગ્રેસ    00
શિવસેના (UBT)    02
 NCP (SP) 01    04
અન્ય    02

કોકણ
પાર્ટી     નગરાધ્યક્ષ
BJP    05
શિવસેના    08
NCP    03
કૉન્ગ્રેસ    01
શિવસેના (UBT)    01
 NCP (SP) 01    04
અન્ય    02

mumbai news mumbai maharashtra government maharashtra news maharashtra bharatiya janata party vidarbha nationalist congress party