14 June, 2025 07:09 AM IST | Sangli | Gujarati Mid-day Online Correspondent
કુહાડી (પ્રતીકાત્મક તસવીર)
અનિલની પહેલી પત્નીનું કૅન્સરથી મોત થઈ ગયું. જેના પછી અનિલે રાધિકા સાથે બીજા લગ્ન કરી લીધા હતા. રાધિકાએ હત્યા બાદ પોતાના પિત્રાઈ ભાઈને ફોન કરીને ઘટનાની સૂચના આપી.
મેઘાલયમાં રાજા રઘુવંશી હત્યાકાંજ હાલ આખા દેશમાં ચર્ચાનું કેન્દ્ર છે. જ્યાં રાજાની પત્ની સોનમ પર જ રાજાની હત્યાનો આરોપ છે. આ દરમિયાન મહારાષ્ટ્રના સાંગલીમાં વધુ એક એવી જ ઘટના ઘટી છે. જ્યાં લગ્નના 15 દિવસ બાદ જ એક મહિલાએ પોતાના પતિની હત્યા કરી દીધી છે. મહિલાએ ઊંઘતા પતિ પર કુહાડીથી હુમલો કર્યો અને પતિનો જીવ લઈ લીધો. પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી લીધી છે.
શું છે મામલો
સાંગલી જિલ્લાના કુપવાડમાં રાધિકા લોખંડે નામની મહિલાએ પોતાના પતિની હત્યા કરી દીધી છે. રાધિકાના લગ્ન 23 મેના રોજ અનિલ લોખંડે સાથે થયા હતા. લગ્નના માત્ર ત્રણ અઠવાડિયા પછી આનો દુઃખદ અંત થયો. પોલીસે જણાવ્યું કે 27 વર્ષીય રાધિકા અને 53 વર્ષના અનિલ વચ્ચે 10 જૂનની મોડી રાતે ઝગડો થયો હતો. માનવામાં આવી રહ્યું છે કે આ ઝગડામાં રાધિકાએ સૂતી વખતે પોતાના પતિ પર કુહાડીથી હુમલા કર્યો અને તેનો જીવ લઈ લીધો.
અનિલની પહેલી પત્નીનું કેન્સરથી મૃત્યુ થયું હતું. ત્યારબાદ અનિલે રાધિકા સાથે બીજા લગ્ન કર્યા. હત્યા બાદ રાધિકાએ તેના પિતરાઈ ભાઈને ફોન કરીને ઘટનાની જાણ કરી. ત્યારબાદ પોલીસને માહિતી મળી અને પોલીસે ઘરે જઈને રાધિકાની ધરપકડ કરી. 11 જૂને પોલીસે રાધિકાને કોર્ટમાં રજૂ કરી, જ્યાંથી તેને બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવી.
શારીરિક સંબંધો બનાવવા અંગે ઝઘડો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસે જણાવ્યું હતું કે શારીરિક સંબંધો બનાવવા અંગે દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં રાધિકાએ અનિલને ઊંઘતી વખતે માથા પર કુહાડી મારીને હત્યા કરી હતી.
કુપવાડ MIDC પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર દીપક ભંડાવલકરે જણાવ્યું હતું કે, "મંગળવારે રાત્રે દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. બુધવારે, લગભગ 12.30 વાગ્યે, જ્યારે અનિલ સૂતો હતો, ત્યારે રાધિકાએ તેના માથા પર કુહાડી વડે હુમલો કર્યો અને તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. તેણે તેના પિતરાઈ ભાઈને આ વિશે જણાવ્યું. અમે મહિલાની ધરપકડ કરી અને તેને કોર્ટમાં રજૂ કરી. કોર્ટે અમને બે દિવસના રિમાન્ડ આપ્યા છે."
પોલીસે જણાવ્યું હતું કે, આરોપી મહિલાની ધરપકડ કરવામાં આવી છે. તેને સાંગલી જિલ્લાના કુપવાડ તાલુકામાં તેના ઘરેથી કસ્ટડીમાં લેવામાં આવી હતી. પોલીસ અધિકારીએ કહ્યું, "આ કેસ ખૂબ જ સંવેદનશીલ છે અને અમે તમામ પાસાઓની તપાસ કરી રહ્યા છીએ."
પોલીસનું કહેવું છે કે અનિલ લોખંડેએ 15 દિવસ પહેલા જ રાધિકા સાથે બીજા લગ્ન કર્યા હતા. લોખંડેની પહેલી પત્નીનું કેન્સરથી મૃત્યુ થયું હતું. તે આ લગ્ન કરવા માટે વારંવાર તેની નવી પત્ની સાથે શારીરિક સંબંધ બનાવવાનો આગ્રહ કરી રહ્યો હતો. આનાથી રાધિકા ગુસ્સે થઈ ગઈ. તેણે તેના પતિ પર કુહાડીથી હુમલો કરીને તેની હત્યા કરી દીધી.