સોલાપુરના શિક્ષક રણજીતસિંહ દિસાળેને રૂ.7.4 કરોડનું ઈનામ, જાણો કેમ?

03 December, 2020 09:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સોલાપુરના શિક્ષક રણજીતસિંહ દિસાળેને રૂ.7.4 કરોડનું ઈનામ, જાણો કેમ?

પ્રતિકાત્મક તસવીર

મહારાષ્ટ્રના સોલાપુરના શિક્ષકને વાર્કી ફાઉન્ડેશનના ટોપ ગ્લોબલ ટીચર પ્રાઈઝ-2020નો એવોર્ડ મળતા એક મિલિયન ડૉલર એટલે કે રૂ.7.40 કરોડનો ઓર્ડર મળ્યો છે, એમ લંડનથી આજે અધિકૃત જાહેરાત થઈ છે.

સોલાપુર જીલ્લાના પારીઠેવાડીની જીલ્લા પરિષદ સ્કૂલમાં ભણાવતા શિક્ષત રણજીતસિંહ દિસાળેને આ એવોર્ડ મળ્યો છે. તેમણે એજ્યુકેશનમાં કાયાપલટ કરી છે, જેમાં ક્યુઆર કોડ્સ અને અન્ય નવી ટેકનોલોજીનો વપરાશ કર્યો છે. પરિણામે ફેલ થનારા બાળકોની સંખ્યામાં ઘટાડો થયો છે. ખાસ કરીને છોકરીઓને ફાયદો થયો છે. આ એવોર્ડ માટે વૈશ્વિક સ્તરે 10 શિક્ષકોની પસંદગી થઈ હતી, જેમાંથી દિસાળેની પસંદગી કરવામાં આવી છે.

જીટીપીની અધિકૃત વેબસાઈટમાં જણાવવામાં આવ્યું છે કે, રણજીતસિંહ દિસાળેની દખલગીરી નોંધપાત્ર છે. તેમના ગામમાં એકેય બાળ વિવાહ થયા નથી, સ્કૂલમાં છોકરીઓની હાજરી 100 ટકા છે. તેમની સ્કૂલને જીલ્લા સ્તરે બેસ્ટ સ્કૂલનો એવોર્ડ મળ્યો હતો કારણ કે સ્કૂલના 85 ટકા વિદ્યાર્થીઓએ ‘એ’ ગ્રેડ મેળવ્યો હતો. ગામની એક દિકરી યુનિવર્સિટીથી ગ્રેજ્યુએટ પણ થઈ છે, જે રણજીતસિંહના આવતા પહેલા અસંભવ કહેવાતુ હતું.

maharashtra london