નાંદેડનાં બે સિખ ગુરદ્વારા કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત

01 July, 2020 11:28 AM IST  |  Aurangabad | Agencies

નાંદેડનાં બે સિખ ગુરદ્વારા કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના નાંદેડમાં આવેલાં બે અગ્રણી સિખ ધર્મસ્થળો હવે કન્ટેનમેન્ટ ઝોન હેઠળ નથી, કારણ કે છેલ્લા 20 દિવસમાં આ વિસ્તારમાં કોવિડ-19નો એક પણ નવો કેસ નોંધાયો નથી.

જોકે ગુરદ્વારા લંગરસાહિબ અને ગુરદ્વારા હઝુરસાહિબનાં પ્રવેશદ્વારો સરકાર દ્વારા આગામી આદેશ કરવામાં ન આવે ત્યાં સુધી બંધ રહેશે.

હઝુરસાહિબ ગુરદ્વારાથી પરત ફરેલા વધુ 91 લોકોની કોરોના-ટેસ્ટ પૉઝિટિવ આવી હોવાનું પંજાબે જણાવ્યા બાદ પહેલી મેથી આ ગુરદ્વારાને સીલ કરી દેવાયું હતું. 3500માંથી પરત લવાયેલા પૈકીના 197 શ્રદ્ધાળુઓ સંક્રમણના સંપર્કમાં આવ્યા હોવાનું પંજાબના વહીવટી તંત્રએ જણાવ્યું હતું.નાંદેડના કલેક્ટર વિપિન ઇટાંકરે જણાવ્યું હતું કે ‘તખ્ત હઝુરીસાહિબ સાચખંડ તરીકે પણ ઓળખાતા ગુરદ્વારા હઝુરસાહિબ અને ગુરદ્વારા લંગરસાહિબ હવે કન્ટેનમેન્ટ ઝોન હેઠળ નથી. અહીં છેલ્લા 20 દિવસ કરતાં વધુ સમયથી નવો દરદી નોંધાયો નથી.’ તેમણે જણાવ્યું હતું કે ગુરદ્વારાના મૅનેજમેન્ટે જિલ્લા વહીવટી તંત્રને પૂરેપૂરો સાથ-સહકાર આપ્યો હતો.

maharashtra nanded coronavirus covid19 lockdown mumbai news