આખરે ચંદ્રપુરના જંગલમાંથી નરભક્ષી વાઘ પકડાયો

12 June, 2020 08:20 AM IST  |  Chandrapur | Agencies

આખરે ચંદ્રપુરના જંગલમાંથી નરભક્ષી વાઘ પકડાયો

વાઘ

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના તાડોબા અંધારી ટાઇગર રિઝર્વમાં તથા એની આસપાસના વિસ્તારમાંની ઓછામાં ઓછી પાંચ વ્યક્તિઓને ફાડી ખાનારા વાઘને વન સત્તા તંત્ર દ્વારા ઝડપી લેવામાં આવ્યો હોવાનું અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું.

કેટી-1 નામના આ વાઘને વન અધિકારીઓએ બુધવારે કોલારા વન રેન્જ નજીક શાંત પાડીને ઝડપી લીધો હતો એમ ટીએટીઆર ખાતેના ચીફ કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટ એન. પી. પ્રવીણે જણાવ્યું હતું.

આ વાઘે રિઝર્વ અને એની આસપાસમાં આવેલાં કોલારા, બામનગાંવ અને સતારા ગામોમાં ફેબ્રુઆરીથી લઈને અત્યાર સુધીમાં પાંચ લોકોને મારી નાખ્યા હતા જેમાં તેણે છેલ્લો શિકાર ૬ જૂને કર્યો હતો.

આ હુમલાઓને પગલે મહારાષ્ટ્રના ચીફ વાઇલ્ડ લાઇફ વૉર્ડને ૮ જૂનના રોજ વાઘને પકડવા માટેની પરવાનગી જારી કરી હતી. વાઘને હવે ગોરેવાડા રેસ્ક્યુ સેન્ટર લઈ જવાયો છે.

maharashtra mumbai mumbai news chandrapur