Maharashtra: રાજ્ય બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનું સંભવિત ટાઈમ ટેબલ જાહેર, જાણો વિગત

19 September, 2022 08:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ સંભવિત સમયપત્રક બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડે (Maharashtra State) સોમવારે ફેબ્રુઆરી-માર્ચ 2023માં યોજાનારી ધોરણ X અને XIIની લેખિત પરીક્ષાઓનું સંભવિત સમયપત્રક જાહેર કર્યું. 12મીની લેખિત પરીક્ષા 21મી ફેબ્રુઆરીથી 20 માર્ચ 2023 દરમિયાન યોજાશે, જ્યારે 10મીની લેખિત પરીક્ષા 2જી માર્ચથી 25મી માર્ચ દરમિયાન યોજાશે.

મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઑફ હાયર સેકન્ડરી એજ્યુકેશને ધોરણ 12 અને 10ની લેખિત પરીક્ષા માટે સંભવિત સમયપત્રક જાહેર કર્યું છે. આ સંભવિત સમયપત્રક બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. શાળાઓ, જુનિયર કૉલેજો અને વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમના આયોજનના હેતુથી ફેબ્રુઆરી માર્ચ 2023ની લેખિત પરીક્ષાનું સંભવિત સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે.

શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર સંભવિત સમયપત્રકની સુવિધા માત્ર માહિતી માટે છે. પરીક્ષા પહેલા માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા, જુનિયર કૉલેજ દ્વારા મુદ્રિત સ્વરૂપમાં આપવામાં આવેલ સમયપત્રક અંતિમ ગણાશે. તે પ્રિન્ટેડ ટાઈમ ટેબલ મુજબ પરીક્ષાની તારીખો કન્ફર્મ કરવી જોઈએ અને વિદ્યાર્થીઓએ પરીક્ષામાં હાજર રહેવું જોઈએ. બોર્ડ દ્વારા અન્ય કોઈ વેબસાઈટ કે સિસ્ટમ પર છપાયેલું ટાઈમ ટેબલ તેમ જ વોટ્સએપ કે અન્ય માધ્યમથી વાઈરલ ન કરવા વિનંતી કરવામાં આવી છે.

ઉપરાંત, પ્રાયોગિક પરીક્ષા શ્રેણી, મૌખિક પરીક્ષા અને અન્ય વિષયોનું સમયપત્રક પરીક્ષા પહેલા બોર્ડ દ્વારા અલગથી જાણ કરવામાં આવશે. બોર્ડે દિવાળી પહેલાં સંભવિત સમયપત્રકની તારીખો જાહેર કરી છે, જેથી વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરતી વખતે યોગ્ય આયોજન કરી શકે.

આ પણ વાંચો: Mumbai News: શિક્ષકોની અછતનો સામનો કરી રહી છે BMCની શાળાઓ, 11 ટકાથી વધુ પદ ખાલી

mumbai mumbai news maharashtra