Maharashtra: કેન્દ્ર બાદ હવે રાજ્ય સરકારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આપી રાહત

22 May, 2022 07:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈમાં પેટ્રોલ 109.27 રૂપિયા પ્રતિ લીટરે મળશે

પ્રતીકાત્મક તસવીર

કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યા બાદ રાજ્ય સરકારે પણ સામાન્ય માણસને રાહત આપી છે. રાજ્ય સરકારે પેટ્રોલના ભાવમાં રૂા. 2.8 રૂપિયા અને ડીઝલના ભાવમાં રૂા. 1.44 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ પહેલા શનિવારે કેન્દ્ર સરકારે પેટ્રોલના ભાવમાં 8 રૂપિયા અને ડીઝલના ભાવમાં 6 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. આ પછી કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રાજ્યોને પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડવાની અપીલ કરી હતી.

કેન્દ્ર દ્વારા એક્સાઈઝ ઘટાડ્યા બાદ રાજસ્થાન અને કેરળએ પોતપોતાના રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલ પરના વેટમાં ઘટાડો કર્યો હતો. આ પછી, મહાવિકાસ આઘાડી સરકાર પર પણ દબાણ હતું, જે બાદ રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડવાનો નિર્ણય લીધો હોવાનું કહેવાય છે. આ નિર્ણયથી રાજ્યની તિજોરી પર વાર્ષિક રૂા. 2,500 કરોડનો બોજ પડશે.

કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ઘટાડાવામાં આવેલા ટેક્સને કારણે પેટ્રોલ 11.58 રૂપિયા પ્રતિ લીટર સસ્તું થયું છે. ડીઝલ 8.44 રૂપિયા પ્રતિ લીટર સસ્તું થયું છે.

વેટ ઘટાડવાના રાજ્ય સરકારના નિર્ણયના અમલ પછી મુંબઈમાં પેટ્રોલ 109.27 રૂપિયા પ્રતિ લીટરે મળશે. આ સિવાય સરકારે ડીઝલની કિંમત 1.44 રૂપિયા પ્રતિ લીટર ઘટાડીને 95.84 રૂપિયા પ્રતિ લીટર કરવાનો નિર્ણય કર્યો છે.

કેન્દ્ર દ્વારા પેટ્રોલ અને ડીઝલના દરમાં ઘટાડો કર્યા બાદ કેરળ સરકારે પણ વેટમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. શનિવારે, કેરળએ પેટ્રોલ અને ડીઝલ પરના રાજ્યના કરમાં અનુક્રમે રૂા. 2.41 અને રૂ. 1.36 પ્રતિ લીટરનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.

mumbai mumbai news maharashtra