મુંબઈ : ખરેખર બિરદાવવા જેવી છે આ ફૅમિલીને

01 August, 2020 07:20 AM IST  |  Mumbai | Urvi Shah Mestry

મુંબઈ : ખરેખર બિરદાવવા જેવી છે આ ફૅમિલીને

દિયા ગોસ્વામી, રોટરી સ્કૂલ ફૉર ડેફ, ડોમ્બિવલી

ડોમ્બિવલીમાં રહેતી દિયા ગોસ્વામી  એસએસસી બોર્ડમાં ૯૫.૮૦ ટકાએ ઉત્તીર્ણ થઈ છે. દિયા ગોસ્વામી બોલી કે સાંભળી શકતી નથી. કચ્છી ગોસ્વામી દિયાના પપ્પા એન્જિનિયર છે. દિયાને બોર્ડમાં સારા માર્ક આવતાં તેનાં મમ્મી-પપ્પાની આંખમાંથી હર્ષનાં અશ્રુ છલકાઈ પડ્યાં હતાં. દિયાએ પોતાની સફળતાનું શ્રેય પેરન્ટ્સ અને પોતાના ટીચર્સને આપ્યું હતું.

 મારાં મમ્મી-પપ્પા અને ટીચર્સ મને હંમેશાં સ્ટડીમાં સપોર્ટ કરતાં હતાં એમ કહેતાં ભણવામાં હોશિયાર દિયા ગોસ્વામીએ ‘મિડ-ડે’ને નોટબુકમાં લખીને જણાવ્યું ‍હતું કે ‘મારી બહેન અને મમ્મી-પપ્પા પણ બોલી કે સાંભળી શકતાં નથી. હું નિયમિત અભ્યાસ કરતી હતી અને સ્કૂલમાં પણ ટીચર્સ જે ભણાવે એમાં પૂરતું ધ્યાન આપતી હતી. મને ન સમજાય તો હું ટીચર્સ પાસે બેસીને શીખી લેતી હતી. મારા પેરન્ટ્સ પણ મને અભ્યાસમાં મદદ કરતા હતા. હું દરરોજ સ્કૂલ સિવાય બેથી ત્રણ કલાક સ્ટડી કરતી હતી. ભણવાની સાથે મને ડ્રૉઇંગ પણ બહુ ગમે છે. સ્કૂલમાં યોજાતી ઇન્ટરનૅશનલ ડ્રૉઇંગ-સ્પર્ધામાં પણ મેં ભાગ લીધો હતો. સ્પોર્ટ્સમાં પણ મને રસ છે. હું સ્ટુડન્ટ્સને એટલો મેસેજ આપીશ કે પોતાના પર હંમેશાં વિશ્વાસ રાખવો જોઈએ અને હાર્ડ વર્ક કરવું જોઈએ.’

દિયા ભણવામાં અગાઉથી જ હોશિયાર છે એમ કહેતાં દિયાના પપ્પા સાથે ઑફિસમાં કામ કરતી કર્મચારી રાજેશ્રી સોનવણેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દિયાનાં મમ્મી-પપ્પા અને મોટી બહેન પણ બોલી કે સાંભળી શકતાં નથી. દિયા નિયમિત અભ્યાસ કરતી હતી અને સ્કૂલમાં પણ ટીચર્સ જે ભણાવે એમાં પૂરતું ધ્યાન આપતી હતી. ભણવાની સાથે દિયા ડ્રૉઇંગમાં પણ હોશિયાર છે. સ્કૂલમાં યોજાતી ઇન્ટરનૅશનલ ડ્રૉઇંગ-સ્પર્ધામાં પણ તેણે ભાગ લીધો હતો. સ્પોર્ટ્સમાં પણ દિયાને રસ છે. દિયા સ્ટુડન્ટ્સને એ જ મેસેજ આપશે કે પોતાના પર હંમેશાં વિશ્વાસ રાખવો જોઈએ અને હાર્ડ વર્ક કરવું જોઈએ.’

mumbai mumbai news urvi shah-mestry dombivli