મુંબઈ: કાંદિવલીમાં રહેતા વ્રજ ફડિયાને SSC બોર્ડમાં 92 ટકા આવ્યા

30 July, 2020 07:20 AM IST  |  Mumbai | Urvi Shah Mestry

મુંબઈ: કાંદિવલીમાં રહેતા વ્રજ ફડિયાને SSC બોર્ડમાં 92 ટકા આવ્યા

વ્રજ ફડિયા-કાંદિવલી, ગોપાલજી હેમરાજ હાઈ સ્કૂલ, બોરીવલી

કાંદિવલીમાં રહેતો વ્રજ ફડિયા ગઈ કાલે જાહેર થયેલા SSC બોર્ડમાં ૯૨ ટકાએ ઉત્તીર્ણ થઈ બોરીવલીની ગોપાલજી હેમરાજ હાઈ સ્કુલમાં ટોપ કર્યુ છે. વ્રજને ડિસ્ગ્રાફિયા અને ડિસ્લેક્સિયા ડિસીઝથી પીડિત હોવા છતાં પણ તેણે હિંમત હારી નહોતી અને સતત મહેનત કરી પોતાના પર વિશ્વાસ રાખીને જ્વલંત સિદ્ધિ મેળવી છે. સફળતાનું શ્રેય તેણે ટીચર્સને આપ્યું હતું. વ્રજનું બે વર્ષ કૉર્મસ લાઇનમાં અભ્યાસ કરીને ફૂડ ક્ષેત્રે અથવા તો VFX ઍનિમેશનમાં કરીઅર બનાવવાનું સ્વપ્ન છે.

હંમેશાં અભ્યાસમાં સમય જોયા વગર મને ભણાવતા અને મારા બધા જ ડાઉટ ક્લિયર કરાવતા મારા ટીચરોને કારણે આજે હું આટલા સારા માર્ક્સે પાસ થયો છું એમ જણાવતાં વ્રજ ફડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભણવાની સાથે હું સ્વિમિંગ અને બૅડ્મિન્ટન પણ રમતો હતો જેથી સ્ટ્રેસ-ફ્રી રહી શકાય. મને ટીચરો સતત મોટિવેટ કરતા હતા. હું સ્ટુડન્ટ્સને એ જ મેસેજ આપીશ કે હંમેશાં એકબીજાની અભ્યાસમાં મદદ કરો અને આગળ વધો અને હાર્ડ વર્ક કરો તો તમને જરૂર સફળતા મળશે.’

અમને અમારા દીકરા વ્રજ પર પ્રાઉડ છે એમ જણાવતાં વ્રજના પપ્પા દેવાંગભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા દીકરાએ તો મહેનત કરી જ હતી, પરંતુ એની પાછળ વ્રજના ટીચરોનો પણ મોટો હાથ છે.’

kandivli mumbai mumbai news urvi shah-mestry