SSCનું રિઝલ્ટ ૯૨.૦૯ ટકા, ગયા વર્ષ કરતાં બે ટકા ઓછું

09 May, 2026 08:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૯૪.૯૬ ટકા છોકરીઓ અને ૮૯.૫૬ ટકા છોકરાઓ પાસ થયાં : મુંબઈનું રિઝલ્ટ આવ્યું ૯૪.૯૭ ટકા, કોકણ વિભાગ ૯૭.૬૨ ટકા સાથે નંબર વન...

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

મહારાષ્ટ્ર સ્ટેટ સેકન્ડરી ઍન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (MSSHSEB)એ ગઈ કાલે સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ (SSC)નું ધોરણ ૧૦નું રિઝલ્ટ જાહેર કર્યું હતું. એમાં કુલ ૯૨.૦૯ ટકા સ્ટુડન્ટ્સ પાસ થયા હતા.

એક્ઝામ આપનારા વિદ્યાર્થીઓમાંથી ૮૯.૫૬ ટકા છોકરાઓ અને ૯૪.૯૬ ટકા છોકરીઓ પાસ થયાં હોવાનું બોર્ડના અધ્યક્ષ ત્રિગુણ કુલકર્ણીએ જણાવ્યું હતું. મુંબઈ ડિવિઝનનું રિઝલ્ટ  ૯૪.૯૭ ટકા રહ્યું હતું. કોકણ વિભાગ ૯૭.૬૨ ટકા રિઝલ્ટ સાથે ટોચ પર રહ્યો હતો, જ્યારે છત્રપતિ સંભાજીનગર વિભાગ ૮૮.૪૧ ટકા સાથે તળિયે રહ્યો હતો. કોલ્હાપુર વિભાગમાં ૯૫.૪૭ ટકા, પુણેમાં ૯૪.૨૪ ટકા, અમરાવતીમાં ૯૦.૫૦ ટકા, લાતુરમાં ૮૮.૪૨ ટકા, છત્રપતિ સંભાજીનગરમાં ૮૮.૪૧ ટકા અને નાશિકમાં ૯૦.૫૩ ટકા પરિણામ આવ્યું છે.

SSCના ૨૦૨૫ના ૯૪.૦૧ ટકા રિઝલ્ટની સરખામણીમાં મહારાષ્ટ્ર રાજ્યમાં પાસ થનારા વિદ્યાર્થીઓની ટકાવારી બે ટકા ઓછી નોંધાઈ છે. 

વિષયવાર રિઝલ્ટ શું આવ્યું?

SSCનું વિષયવાર રિઝલ્ટ જોતાં રાજ્યભરના ઓવરઑલ વિદ્યાર્થીઓએ મુખ્ય વિષયોમાં ખૂબ મજબૂત પ્રદર્શન કર્યું છે.

ઇંગ્લિશ (ફર્સ્ટ લૅન્ગ્વેજ)

૯૭.૮૮ ટકા

મરાઠી (૨/૩ લૅન્ગ્વેજ)

૯૬.૬૮ ટકા

સોશ્યલ સાયન્સ

૯૫.૮૬ ટકા

ઉર્દૂ (ફર્સ્ટ લૅન્ગ્વેજ)

૯૫.૪૭ ટકા

સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજી

૯૪.૩૫ ટકા

મરાઠી (ફર્સ્ટ લૅન્ગ્વેજ)

૯૨.૫૭ ટકા

મૅથ્સ

૯૩.૭૮ ટકા

હિન્દી (ફર્સ્ટ લૅન્ગ્વેજ)

૮૯.૬૯ ટકા

હિન્દી (૨/૩ લૅન્ગ્વેજ)

૯૨.૭૫ ટકા

સંસ્કૃત

૯૯.૨૧ ટકા

ગ્રેડ-વાઇઝ રિઝલ્ટ

ડિસ્ટિંક્શન
(
૭૫ ટકાથી વધુ)

,૨૨,૮૫૧

ગ્રેડ- (૬૦થી ૭૪ ટકા)

,૮૨,૨૬૪

ગ્રેડ- (૪૫થી ૫૯ ટકા

,૮૦,૪૩૭

પાસ ક્લાસ
(
૩૫થી ૪૫ ટકા)  

,૫૧,૩૨૯

૧૨,૦૩૬ વિદ્યાર્થીઓએ ૯૦ ટકા અને એથી વધુ માર્ક્સ મેળવ્યા છે.

મુંબઈ વિભાગના રિઝલ્ટમાં ૦.૮૭ ટકાનો ઘટાડો
મુંબઈ વિભાગનું રિઝલ્ટ ૯૪.૯૭ ટકા જાહેર થયું છે. આ વર્ષે મુંબઈ વિભાગના ૧૬,૨૫૯ વિદ્યાર્થીઓ પરીક્ષામાં નાપાસ થયા છે. મુંબઈ વિભાગના ૩,૨૫,૯૧૮ વિદ્યાર્થીઓએ દસમા ધોરણની પરીક્ષા માટે નોંધણી કરાવી હતી જેમાંથી ૩,૨૩,૭૩૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને એમાંથી ૩,૦૭,૪૮૦ વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગયા વર્ષે દસમા ધોરણની પરીક્ષામાં મુંબઈ વિભાગનું પરિણામ ૯૫.૮૪ ટકા હતું. આ વર્ષે પરિણામ ગયા વર્ષની સરખામણીમાં ૦.૮૭ ટકા ઘટ્યું છે.

થાણે જિલ્લાનું રિઝલ્ટ ૯૫.૦૪ ટકા, રાયગડનું ૯૫.૦૩ ટકા અને પાલઘરનું ૯૨.૯૨ ટકા આવ્યું છે.

Education 10th result maharashtra news mumbai news news