ગ્રાન્ટ મેળવવા હવે સ્કૂલે પરીક્ષા પાસ કરવી પડશે

17 November, 2011 09:45 AM IST  | 

ગ્રાન્ટ મેળવવા હવે સ્કૂલે પરીક્ષા પાસ કરવી પડશે



શૈક્ષણિક વર્ષ ૨૦૧૨ સુધી ૪૦૦૦ જેટલી પ્રાઇવેટ સ્કૂલોને ગ્રાન્ટેડ સ્કૂલોમાં પરિવર્તિત કરવામાં આવશે. ઘણીબધી પ્રાઇવેટ સ્કૂલો તથા શિક્ષકોએ મહારાષ્ટ્ર સરકારને આ માટે વિનંતી કરી હતી, જેના પરિણામે ૧૫ નવેમ્બરે જીઆર (ગવર્નમેન્ટ રેઝોલ્યુશન) બહાર પાડ્યો હતો. જે સ્કૂલોએ ગ્રાન્ટ મેળવવી હોય એણે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટને આ વિશે પત્ર લખવો પડશે. એજ્યુકેશન મિનિસ્ટર રાજેન્દ્ર દર્ડાએ ‘મિડ-ડે’ સાથે વાતચીતમાં કહ્યું હતું કે ‘જીઆર મુજબની લાયકાત જે સ્કૂલોની હશે એમને આનાથી લાભ થશે. જો ઇંગ્લિશ મિડિયમની સ્કૂલો પણ આ જીઆરમાં નક્કી કરેલી શરતોનું પાલન કરતી હશે તો એમનો પણ સમાવેશ થશે. ગ્રાન્ટ મળવાથી સ્કૂલોમાં શિક્ષણનું સ્તર ઊંચું આવશે તેમ જ શિક્ષકોને પગાર નિયમિત મળશે. આ માટે સ્કૂલોએ એમને ત્યાં જ્યારે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના સભ્યો ઇન્સ્પેક્શન માટે આવે ત્યારે અમુક બાબતોનું ધ્યાન રાખવું પડશે.’

લાયકાતનાં કેટલાંક ધોરણો

ગ્રાન્ટેડ થવાના  - ૧૦૦ માર્ક

શૈક્ષણિક દેખાવ - ૫૦ માર્ક

સ્કૂલમાં સુવિધા - ૩૫ માર્ક

કાઉન્સેલિંગ સેન્ટર - ૦૩ માર્ક

સામાજિક કલ્યાણની પ્રવૃત્તિ - ૦૩ માર્ક

ઇત્તર પ્રવૃત્તિ - ૦૩ માર્ક

ઇકો-ફ્રેન્ડ્લી પ્રવૃત્તિ - ૦૪ માર્ક