લાડકી બહિણ યોજનામાં લાભાર્થીઓની સંખ્યામાં ૮૬ લાખનો ઘટાડો

20 February, 2026 12:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યોજના માટે સરકારે ૯૮.૪૫ કરોડ રૂપિયા ફાળવ્યા, ત્રણ મહિનાના પૈસા સાથે જમા થવાની આશા

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજનામાં ઇલેક્ટ્રૉનિક-નો યૉર કસ્ટમર (e-KYC) ચકાસણી શરૂ થયા પછી લાભાર્થીઓની સંખ્યામાં ૮૬ લાખનો ઘટાડો થયો છે. મહારાષ્ટ્રમાં ગયા વર્ષ સુધી આ યોજના હેઠળ ૨.૪ કરોડથી વધુ લાભાર્થીઓ હતા. ડિસેમ્બર મહિના માટે જાન્યુઆરીમાં ૧.૬ કરોડ લાભાર્થીઓને જ પૈસા ચૂકવવામાં આવ્યા હતા.

૨.૪ કરોડથી વધુ લાભાર્થીઓમાંથી માત્ર ૧.૯ કરોડ મહિલાઓએ સપ્ટેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધીમાં e-KYCના ડૉક્યુમેન્ટ્સ સબમિટ કર્યા હતા. એમાંથી ૧.૬ કરોડ મહિલાઓ જેમની e-KYCની વિગતો યોગ્ય હતી તેમને જ ડિસેમ્બર માટે પેમેન્ટ આપવામાં આવ્યું હતું. હવે e-KYC ડૉક્યુમેન્ટ્સ સબમિટ કરવાની છેલ્લી તારીખ ૩૧ માર્ચ સુધી લંબાવવામાં આવી છે. યોજના માટે ભંડોળની ફાળવણી થઈ ન હોવાથી લાભાર્થીઓને જાન્યુઆરી મહિનાનું ૧૫૦૦ રૂપિયાનું પેમેન્ટ હજી સુધી મળ્યું નથી. જોકે ગઈ કાલે જ આ યોજના માટે સરકારે ૯૮.૪૫ કરોડ રૂપિયાનું ફન્ડ ફાળવ્યું છે. અધિકારીઓના જણાવવા મુજબ જાન્યુઆરી અને ફેબ્રુઆરી સાથે માર્ચ મહિનાનું પેમેન્ટ પણ લાભાર્થી મહિલાઓના ખાતામાં સાથે જમા થઈ શકે છે.

ladki bahin yojana maharashtra news maharashtra mumbai mumbai news