રાજભવન હવે સોલર એનર્જીથી ઝળહળશે

11 February, 2013 06:14 AM IST  | 

રાજભવન હવે સોલર એનર્જીથી ઝળહળશે


મિનિસ્ટ્રી ઑફ ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જી અને મહારાષ્ટ્ર એનર્જી ડેવલપમેન્ટ એજન્સીના સંયુક્ત ઉપક્રમે રાજભવનમાં સોલર પાવર સિસ્ટમ બેસાડવાનું કામ ગયા મહિનાથી ચાલી રહ્યું છે. રાજભવનના પરિસરમાં ત્રણ તબક્કામાં આ સિસ્ટમ ઊભી કરવામાં આવી છે અને એની ક્ષમતા ૪૦ કિલોવૉટ વીજઉત્પાદનની છે. એની સોલર પૅનલ પણ રાજભવનના પરિસરમાં લગાવવામાં આવી છે.

હવે રાજભવનના વીજળીના ૫૭ થાંભલા, રાજભવનના સેક્રેટરીની ઑફિસ, દેવી મંદિર, હેલિપૅડ અને સિક્યૉરિટી વૉલને પણ સોલર પૅનલથી મળેલી વીજળી આપવામાં આવે છે. આનાથી વીજખર્ચમાં વર્ષે છ લાખ રૂપિયાની બચત થશે. આ યોજનાનો એક કરોડ રૂપિયાનો સંપૂર્ણ ખર્ચ કેન્દ્રે કર્યો છે.