બળવા બાદ વિધાનસભ્યોને આસામની હોટેલમાં રખાયા

23 June, 2022 11:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આસામના મુખ્ય પ્રધાન હેમંત બિસ્વા સરમાએ કહ્યું હતું કે વિનાશક પૂરનો સામનો કરવા રાજ્યને આવકની જરૂર હોવાથી તેઓ તમામ વિધાનસભ્યોને આવકારે છે

એકનાથ શિંદેની આગેવાનીમાં સુરતથી પ્લેનમાં ગુવાહાટી જઈ રહેલું મહારાષ્ટ્રના વિધાનસભ્યોનું ગ્રુપ

શિવસેનાના અસંતુષ્ટ નેતા એકનાથ શિંદેની આગેવાની હેઠળ મહારાષ્ટ્રના વિધાનસભ્યોનું ગ્રુપ આસામ પહોંચ્યા બાદ તેમને એક વૈભવી હોટેલમાં રોકાણ કરાવાયું હતું. આસામના મુખ્ય પ્રધાન હેમંત બિસ્વા સરમાએ કહ્યું હતું કે વિનાશક પૂરનો સામનો કરવા રાજ્યને આવકની જરૂર હોવાથી તેઓ તમામ વિધાનસભ્યોને આવકારે છે.

વિગતો આપ્યા વિના તેમણે કહ્યું હતું કે જો આસામ આંતરરાષ્ટ્રીય રાજકીય કેન્દ્ર બનશે તો તેમને ખુશી થશે. ગુવાહાટીમાં અનેક વૈભવી હોટેલો છે અને જો બધી રૂમ ભરાઈ જશે તો આપણે ખુશ થવું જોઈએ, કેમ કે એનાથી જીએસટીની આવક થશે જે રાજ્યમાં આવેલી પૂરની આફતનો સામનો કરવા માટે અત્યંત જરૂરી છે. જોકે આવતી લક્ષ્મીને પાછી ન વાળવાની હોય એમ કહેતાં તેમણે પ્રધાનોને મળવાની આવશ્યકતા ન હોવાની સ્પષ્ટતા કરી હતી. ગઈ કાલે સવારે ચાર્ટર્ડ ઍરક્રાફ્ટથી આસામની વૈભવી હોટેલમાં પહોંચેલા એકનાથ શિંદેએ કહ્યું હતું કે તેમને ૪૬ વિધાનસભ્યોને ટેકો છે. 

mumbai mumbai news shiv sena