શ્રદ્ધા વાલકર પ્રકરણમાં મહારાષ્ટ્ર પોલીસની તપાસ કરાશે: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનું નિવેદન

25 November, 2022 01:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શ્રદ્ધા વાલકર કેસની તપાસ દિલ્હી અને મુંબઈ પોલીસ કરી રહી છે

ફાઇલ તસવીર

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે (Amit Shah) કહ્યું છે કે શ્રદ્ધા વાલકર મર્ડર કેસ (Shraddha Walker Murder Case) પ્રકરણમાં મહારાષ્ટ્ર પોલીસની તપાસ કરવાં આવશે. થોડા દિવસો પહેલા તપાસમાં જાણવા મળ્યું કે શ્રદ્ધાએ મહારાષ્ટ્ર પોલીસને પત્ર લખીને આફતાબ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. આ પૃષ્ઠભૂમિ પર મહારાષ્ટ્ર પોલીસે આ બાબતને ગંભીરતાથી કેમ ન લીધી? તેવા અનેક પ્રશ્નો ઊભા થયા છે. આ મામલે મહારાષ્ટ્ર પોલીસ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સાથે જ અમિત શાહે કહ્યું છે કે શ્રદ્ધા મર્ડર કેસમાં દોષીઓને છોડવામાં આવશે. અમિત શાહે એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા આ નિવેદન આપ્યું છે.

ગુરુવારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, "શ્રદ્ધા વાલકર હત્યા કેસના આરોપીઓને ઓછા સમયમાં આકરી સજા આપવામાં આવશે. હું સમગ્ર કેસ પર નજર રાખી રહ્યો છું. હું દેશના લોકોને કહેવા માગુ છું કે જેણે પણ આ કૃત્ય કર્યું છે તેને શક્ય તેટલા ઓછા સમયમાં સખત સજા કરવામાં આવશે."

શ્રદ્ધા વાલકર કેસની તપાસ દિલ્હી અને મુંબઈ પોલીસ કરી રહી છે. અમિત શાહે એ પણ સ્પષ્ટ કર્યું છે કે “દિલ્હી અને મુંબઈ પોલીસ વચ્ચે તાલમેલનો અભાવ નથી. જે પત્ર પ્રકાશમાં આવ્યો છે. તેમાં દિલ્હી પોલીસની કોઈ ભૂમિકા નહોતી. શ્રદ્ધાએ મહારાષ્ટ્રના એક પોલીસ સ્ટેશનને પત્ર મોકલીને જણાવ્યું હતું કે આફતાબ તેના શરીરના ટુકડા કરીને તેને મારી નાખવાની ધમકી આપી રહ્યો છે, પરંતુ તે સમયે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. તેની પણ તપાસ કરવામાં આવશે. તે સમયે અમારી પાસે સરકાર ન હતી, તેથી તે સમયે જે પણ જવાબદાર હશે, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.”

ભાજપના મુંબઈ અધ્યક્ષ આશિષ શેલારે (Ashish Shelar) શ્રદ્ધા વાલકર દ્વારા લખેલા પત્ર પર કાર્યવાહી કરવામાં મહારાષ્ટ્ર પોલીસની કથિત નિષ્ફળતા પર સવાલ ઉઠાવ્યા છે. શ્રદ્ધા વાલકરે પત્રમાં લખ્યું છે કે શ્રદ્ધાના લિવ-ઈન પાર્ટનર આફતાબ પૂનાવાલાએ તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આફતાબ પર લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા વાલકરની હત્યા કરવાનો અને તેના શરીરના 35 ટુકડા કરવાનો આરોપ છે.

આ પણ વાંચો: દારુની બોટલમાં છુપાવ્યું 20 કરોડનું કોકેઇન, મુંબઈ ઍરપૉર્ટ પર પકડાયો સ્મગલર

mumbai mumbai news mumbai police amit shah