11 July, 2025 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના શાહપુરમાંથી ધક્કાદાયક ઘટના (Maharashtra News) સામે આવી છે. એક પ્રાઇવેટ સ્કૂલના બાથરૂમમાં લોહીના નિશાન દેખાયા બાદ ધોરણ છઠ્ઠીથી માંડીને દસમી સુધીની ગર્લ સ્ટુડન્ટને નિર્વસ્ત્ર કરીને તપાસ કરવામાં આવી હતી કે કઇ છોકરીને માસિકસ્ત્રાવ થયો છે?
રિપોર્ટ પ્રમાણે મહારાષ્ટ્રની એક પ્રાઇવેટ સ્કૂલમાં આ કિસ્સો બન્યો છે. સ્કૂલની સ્ટાન્ડર્ડ પાંચથી દસ સુધીની તમામ ગર્લને કોને માસિક સ્રાવ થયો છે તે તપાસવા માટે શિક્ષકો દ્વારા નિર્વસ્ત્ર કરાઇ હતી અને દબાણપૂર્વક તપાસ કરવાની ફરજ પાડવામાં આવી હતી. મંગળવારે બનેલી આ શરમજનક ઘટના (Maharashtra News)માં પ્રિન્સિપાલે સ્કૂલની ગર્લ્સને હોલમાં ભેગી કરી હતી. ત્યારબાદ આ તમામને સ્કૂલના બાથરૂમના ફ્લોર પર મળેલા લોહીના ડાઘના પિક્ચર્સ બતાવ્યા હતા. જે સ્કૂલના હાઉસકીપિંગ સ્ટાફ દ્વારા ક્લિક કરાયા હતા. ત્યારબાદ પ્રિન્સિપાલે તમામ સ્ટુડન્ટને બે ગ્રૂપમાં અલગ થવા કહ્યું હતું. એક ગ્રુપ એવી ગર્લ્સનું હતું કે જેઓને માસિક સ્રાવ થતો હતો અને બીજું ગ્રુપ કે જેમને નહોતો થતો. ત્યારબાદ મહિલા પ્યૂનને કહેવામાં આવ્યું હતું કે અમુક ૧૦થી ૧૨ વર્ષની છોકરીઓની તપાસ કરો.
મહિલા પ્યૂને કથિત રીતે ગર્લ્સના અન્ડરગારમેન્ટ્સને સ્પર્શ કર્યો હતો અને એક સ્ટુડન્ટ મળી આવી હતી કે જે સેનિટરી નેપકિનનો ઉપયોગ કરતી હતી. જોકે, આ છોકરીએ તો એંકહ્યું હતું કે તેને માસિકસ્ત્રાવ થતો નથી. ત્યારબાદ જૂઠું બોલવા બદલ પ્રિન્સિપાલે અન્ય સ્ટુડન્ટ્સ અને કર્મચારીઓની સામે તેને ઠપકો આપ્યો હતો.
પ્રિન્સિપાલ અને ટ્રસ્ટી સહિત આઠ લોકો સામે કેસ કરવામાં આવ્યો છે
આ ધૃણાસ્પદ ઘટના બન્યા (Maharashtra News) બાદ સ્કૂલની ગર્લ સ્ટુડન્ટ્સ એકદમ આઘાતમાં સરી પડી છે. એટલું જ નહીં પણ, ગર્લ સ્ટુડન્ટ્સના વાલીઓને પણ ભય લાગી રહ્યો છે. જોકે, આ ઘટનાની જાણ થતાં જ વાલીઓએ સ્કૂલમાં પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો.
આ બનાવ થયા બાદ વાલીઓએ સ્કૂલમાં આવીને હોબાળો મચાવ્યો હતો. માંગણી કરી હતી કે જ્યાં સુધી સ્કૂલના પ્રિન્સિપાલની સામે કેસ નોંધવામાં આંહીં આવે ત્યાં સુધી તેઓ કોઈ અહીંથી ખસશે નહીં. તેઓની ધરપકડ કરવામાં આવે એવી પણ માંગ કરાઇ હતી. વાલીઓ જણાવી રહ્યા છે કે ગર્લ સ્ટુડન્ટ્સને માસિકસ્રાવની કુદરતી પ્રક્રિયા વિશે યોગ્ય શિક્ષણ આપવાને બદલે પ્રિન્સિપાલે તેમના પર માનસિક દબાણ કર્યું. આ એક શરમજનક અને ઘૃણાસ્પદ કૃત્ય છે. વાલીઓના રોષ બાદ પ્રિન્સિપાલ, બે ટ્રસ્ટીગણ, ચાર શિક્ષકો અને એક પ્યૂન સામે પોસ્કો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
મહારાષ્ટ્ર (Maharashtra News) પોલીસના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે "આ કેસમાં શાળાના આચાર્ય અને એક પ્યૂનની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય લોકો સામે કેસ ચાલી રહ્યો છે”