પાકિસ્તાનની જેલમાં 18 વર્ષથી બંધ મહિલા પાછી ફરી ભારત, કહ્યું....

27 January, 2021 11:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પાકિસ્તાનની જેલમાં 18 વર્ષથી બંધ મહિલા પાછી ફરી ભારત, કહ્યું....

હસીના બેગમ (તસવીર સૌજન્ય - જાગરણ)

18 વર્ષથી પાકિસ્તાનની જેલમાં બંધ 65 વર્ષીય હસીના બેગમ આખરે 26 જાન્યુઆરી મંગળવારે પોતાના વતન પાછી ફરી છે. હસીના બેગમ વર્ષ 2002માં પોતાના એક સંબંધીને મળવા લાહોર ગઈ હતી, પરંતુ પાસપોર્ટ ગુમાવ્યા બાદ તેને પાકિસ્તાનની જેલમાં બંધ કરી દેવામાં આવી હતી. ઔરંગાબાદ પોલીસે આ મામલે એક રિપોર્ટ નોંધાવ્યો, ત્યાર બાદ મંગળવારે તે પોતાના દેશ ભારત પાછી ફરી છે.

અહીં પરત ફર્યા બાદ હસીના બેગમના સંબંધીઓ અને ઔરંગાબાદ પોલીસ અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું. હસીનાએ કહ્યું, 'હું ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ અને મારા દેશ પરત આવ્યા પછી મને શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. મને લાગે છે કે હું સ્વર્ગમાં છું. મને પાકિસ્તાનમાં જબરદસ્તી કેદ કરવામાં આવી હતી'.

તેમણે કહ્યું, 'આ મામલે રિપોર્ટ નોંધાવા માટે ઔરંગાબાદ પોલીસનો આભાર વ્યક્ત કરું છું.' હસીના બેગમના એક સંબંધી ખ્વાજા ઝૈનદ્દીન ચિશ્તીએ પણ ઔરંગાબાદ પોલીસને હસીનાના ઘરે પાછા ફરવા મદદ કરવા બદ્દલ આભાર માન્યો હતો. 18 વર્ષ પહેલા પોતાના પતિના સંબંધીની મુલાકાત લેવા લાહોર ગઈ. હસીના બેગમે પોતાના પાસપોર્ટ ગુમાવી દીધો હતો. ત્યાર બાદ તેને ત્યાં જેલમાં બંધ કરી દેવામાં આવી હતી.

પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ઔરંગાબાદના સિટી ચોક પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ રાશિદપુરા વિસ્તારની બેગમના લગ્ન દિલશાદ અહેમદ સાથે થયા છે, જે ઉત્તર પ્રદેશના સહારનપુરના રહેવાસી છે. પોલીસે પાકિસ્તાની કોર્ટને વિનંતી કરી હતી કે મહિલા નિર્દોષ છે, ત્યાર બાદ કોર્ટે આ કેસમાં જાણકારી માંગી છે. ઔરંગાબાદ પોલીસે પાકિસ્તાનને સૂચના મોકલી કે બેગમના નામ પર ઔરંગબાદમાં સિટી ચોક પોલીસ સ્ટેશન હેઠળ ઘર એક નોંધાયેલું છે. પાકિસ્તાને ગયા અઠવાડિયે બેગમને છૂટી કરી હતી અને ભારતીય અધિકારીઓને સોંપી દીધી હતી.

maharashtra mumbai aurangabad pakistan mumbai news