30 April, 2026 11:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અંબાદાસ દાનવે
રાજ્યની વિધાન પરિષદના સભ્યપદ માટેની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ ૬ ઉમેદવારોની જાહેરાત કર્યા બાદ ગઈ કાલે શિવસેના (UBT) દ્વારા હવે મહા વિકાસ આઘાડી (MVA)નું પ્રતિનિધિત્વ કરતા ઉમેદવારની જાહેરાત કરવામાં આવી હતી. ભૂતપૂર્વ વિપક્ષી નેતા અને શિવસેના (UBT)ના વરિષ્ઠ નેતા અંબાદાસ દાનવેનું નામ વિધાન પરિષદ માટે પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. ઉદ્ધવ ઠાકરેને ફરી આ પદ માટે આગળ કરવા માટે કૉન્ગ્રેસ અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (SP)એ ટેકો જાહેર કર્યો હતો છતાં છેવટે અંબાદાસ દાનવેને ઉમેદવાર તરીકે ઊભા રાખવામાં આવશે.
કૉન્ગ્રેસના વિધાનસભ્ય વિજય વડેટ્ટીવારે આ નિર્ણયને અયોગ્ય ગણાવતાં કહ્યું હતું કે ‘અમારી સાથે કોઈ પણ જાતની ચર્ચા કર્યા વગર અંબાદાસ દાનવેનું નામ આગળ કરવામાં આવ્યું છે. જો ઉદ્ધવ ઠાકરે ચૂંટણી માટે ઊભા રહ્યા હોત તો અમે ટેકો આપવાની વાત કરી હતી છતાં આ નિર્ણય લેવાયો એ અયોગ્ય છે.’
હવે કૉન્ગ્રેસ મહા વિકાસ આઘાડી તરફથી પોતાનો ઉમેદવાર ઊભો રાખશે.