Maharashtra: પોલીસ વિભાગમાં ટ્રાન્સજેન્ડરના પ્રવેશ મામલે હાઈકોર્ટમાં 30 નવેમ્બરે થશે સુનાવણી

28 November, 2022 03:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટેની જાહેરાત બહાર આવ્યા બાદ ટ્રાન્સજેન્ડર આર્ય પૂજારીએ ઑનલાઈન અરજી કરવાનો પ્રયાસ કર્યો હતો

ફાઇલ તસવીર

મહારાષ્ટ્ર એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલે (Maharashtra Administrative Tribunal) સરકારને ગૃહ વિભાગ હેઠળની જગ્યાઓ માટેના અરજી ફોર્મમાં ટ્રાન્સજેન્ડર (Transgender) માટે જોગવાઈ કરવાનો નિર્દેશ આપ્યો હતો, પરંતુ મહારાષ્ટ્ર સરકારે (Maharashtra Government) આ આદેશને સોમવારે બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court)માં પડકાર્યો છે. ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ અભય આહુજાની ડિવિઝન બેંચ સમક્ષ અરજી અંગે માહિતી આપવામાં આવી હતી, જેમાં તાકીદે સુનાવણી હાથ ધરવા ટ્રિબ્યુનલના આદેશ પર સ્ટે માગવામાં આવ્યો હતો. બેન્ચે કહ્યું કે તે આ મામલે 30 નવેમ્બરે સુનાવણી કરશે.

આ સમગ્ર મામલો

પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટેની જાહેરાત બહાર આવ્યા બાદ ટ્રાન્સજેન્ડર આર્ય પૂજારીએ ઑનલાઈન અરજી કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, અરજીમાં માત્ર બે લિંગ પુરુષ અને સ્ત્રીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને ત્રીજા લિંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો, જેના કારણે પૂજારી ઑનલાઈન ફોર્મ ભરી શક્યા ન હતા.

આના પગલે, MATએ 14 નવેમ્બરે રાજ્ય સરકારને ગૃહ વિભાગ હેઠળની તમામ ભરતીઓ માટે અરજી ફોર્મમાં પુરુષ અને સ્ત્રી માટેના બે વિકલ્પો પછી ટ્રાન્સજેન્ડરને ત્રીજો વિકલ્પ બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. પોલીસ કોન્સ્ટેબલ બનવાની ઈચ્છા ધરાવતા ટ્રાન્સજેન્ડર આર્ય પૂજારીએ મહારાષ્ટ્ર એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ (MAT)નો સંપર્ક કર્યો હતો.

હાઈકોર્ટમાં ટ્રિબ્યુનલના આદેશને રદ કરવાની માગ

ટ્રિબ્યુનલે એમ પણ કહ્યું હતું કે સરકારે ટ્રાન્સજેન્ડરો માટે શારીરિક ધોરણો અને પરીક્ષણો માટે એક માપદંડ નક્કી કરવા જોઈએ. સરકારે તેની અરજીમાં દાવો કર્યો હતો કે ટ્રિબ્યુનલના નિર્દેશનો અમલ કરવો "અત્યંત મુશ્કેલ" હતો કારણ કે રાજ્ય સરકારે ટ્રાન્સજેન્ડર્સની ભરતી માટે વિશેષ જોગવાઈઓ અંગે હજુ સુધી કોઈ નીતિ ઘડી નથી.

ફોર્મ સ્વીકારવાની અંતિમ તારીખ 9/11/2022 થી 30/11/2022 ની વચ્ચે પહેલેથી જ નિર્ધારિત છે. અરજીમાં હાઇકોર્ટને ટ્રિબ્યુનલના આદેશને રદ કરવાની માગ કરવામાં આવી હતી કારણ કે તે ગેરકાયદેસર અને કાયદામાં ખોટો હતો. અરજીમાં જણાવાયું છે કે ટ્રિબ્યુનલ એ ધ્યાનમાં લેવામાં નિષ્ફળ રહી છે કે પ્રક્રિયા ‘જટિલ કાર્ય અને લાંબી’ છે. ટ્રિબ્યુનલે તેના આદેશમાં સરકારને તેની જાહેરાતમાં જરૂરી ફેરફાર કરવા અને તેને 23 નવેમ્બર સુધીમાં તેની વેબસાઇટ પર પ્રદર્શિત કરવાનો નિર્દેશ આપ્યો હતો.

25 નવેમ્બરના રોજ, રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા મુખ્ય પ્રેઝન્ટેશન ઑફિસર એસપી મંચેકરે પછી ટ્રાન્સજેન્ડરના ફોર્મની સ્વીકૃતિને જણાવ્યું હતું કે સરકાર હજુ પણ જાહેર હોદ્દા પર ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટે આપેલ રોજગાર માટે નીતિનો મુસદ્દો તૈયાર કરવાની પ્રક્રિયામાં છે. MATએ 8 ડિસેમ્બર સુધીનો સમય લંબાવ્યો છે.

આ પણ વાંચો: હેરિટેજની જાળવણીમાં મુંબઈએ માર્યું મીર

mumbai mumbai news maharashtra delhi police bombay high court