સુધરાઈએ મીઠાઈમાં વપરાતા માવાની ગુણવત્તા ચકાસવા શરૂ કરી છે ઝુંબેશ

26 September, 2012 04:47 AM IST  | 

સુધરાઈએ મીઠાઈમાં વપરાતા માવાની ગુણવત્તા ચકાસવા શરૂ કરી છે ઝુંબેશ

આ સંજોગોમાં સુધરાઈએ મીઠાઈમાં ખરાબ માવો તો નથી વપરાતોને એ ચકાસવા માટે એમાં વપરાતા માવાની ગુણવત્તા ચકાસવા માટે ઝુંબેશ શરૂ કરી દીધી છે. સુધરાઈના અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે શહેરમાં મીઠાઈની દુકાનોમાં જે માવો વપરાય છે એનો મોટો જથ્થો ગુજરાત અને મધ્ય પ્રદેશ જેવાં બીજાં રાજ્યોમાંથી આવે છે જેને કારણે એની ગુણવત્તાની ચકાસણી કરવી જરૂરી બની જાય છે. આ સિવાય સુધરાઈના હેલ્થ ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા ઇન્સ્પેક્ટરો આ માવો રાખવા માટે કેવી વ્યવસ્થા છે અને કોલ્ડ સ્ટોરેજની ફૅસિલિટી છે કે નહીં એની પણ તપાસ કરી રહ્યા છે.