AI ઇન્ફ્રાસ્ટ્રક્ચરને હાયર ઍન્ડ ટેક્નિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ માટે મળી મંજૂરી

14 February, 2026 12:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પૉલિસી હેઠળ HTED ડૅશબોર્ડ ડેટા સેટ્સ પર AI ક્વેરી અસિસ્ટન્ટ ડિપ્લૉય કરવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર સરકારે શુક્રવારે નૅશનલ એજ્યુકેશન પૉલિસી (NEP) 2020 હેઠળ ડેટા ઍનલિટિક્સ અને ડૅશબોર્ડ સિસ્ટમ્સને મજબૂત બનાવવા માટે હાયર ઍન્ડ ટેક્નિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ (HTED) માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખરીદવા માટે વહીવટી મંજૂરી આપી છે.

AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખરીદવા માટે અંદાજે વાર્ષિક બાવીસ લાખનો ખર્ચ મંજૂર કર્યો છે. પોર્ટલ ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ (GeM) અથવા ઈ-ટેન્ડરપ્રક્રિયા દ્વારા ખરીદવામાં આવશે.
ઍનલિટિક્સ સેલની સ્થાપના કરીને મંત્રાલય, યુનિવર્સિટી અને ડિરેક્ટરેટ સ્તરે AIનું ઇન્ટિગ્રેશન કરવામાં આવશે. ડૅશબોર્ડ્સને મજબૂત બનાવવા માટે કન્સલ્ટિંગ ફર્મ અર્ન્સ્ટ અને યંગ LLPની નિમણૂક કરી છે.

પૉલિસી હેઠળ HTED ડૅશબોર્ડ ડેટા સેટ્સ પર AI ક્વેરી અસિસ્ટન્ટ ડિપ્લૉય કરવામાં આવશે. જે પૉલિસી બનાવવા અને મોનિટર કરવા માટે ઍડ્વાન્સ ક્વેરીઇંગ, રિયલ-ટાઇમ ડેટા ઇન્ટરપ્રિટેશન અને ડિસિઝન-સપોર્ટ માટે કામ કરશે.

આ ઉપરાંત હ્યુમન રિસોર્સ મૅનેજમેન્ટ સિસ્ટમ (HRMS) ડેટાબેઝ પર AI ક્વેરી અસિસ્ટન્ટનો ઉપયોગ કરવામાં આવશે. 

maharashtra government maharashtra news mumbai mumbai news