કેન્દ્ર તરફથી OBC ડેટા મેળવવા મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવી જોઈએ: નાના પટોલે

12 September, 2021 07:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

એક પત્રકાર પરિષદને સંબોધિત કરી રહ્યા હતા અને કહ્યું કે રાજ્ય સરકાર ઓબીસી અનામતને લઈને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી મુલતવી રાખી શકે નહીં, કારણ કે આ સત્તા માત્ર ચૂંટણી પંચ પાસે છે.

નાના પટોલે. ફાઇલ તસવીર

મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેએ કહ્યું છે કે રાજ્યની મહા વિકાસ આઘાડી (MVA) સરકારે અન્ય પછાત વર્ગો (OBC) ની વસ્તી ગણતરીના ડેટા આપવા માટે કેન્દ્રને સૂચના આપવા માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવી જોઈએ.

તેમણે શનિવારે સર્વોચ્ચ અદાલતની પૃષ્ઠભૂમિ સામે એક પત્રકાર પરિષદને સંબોધિત કરી રહ્યા હતા અને કહ્યું કે રાજ્ય સરકાર ઓબીસી અનામતને લઈને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી મુલતવી રાખી શકે નહીં, કારણ કે આ સત્તા માત્ર ચૂંટણી પંચ પાસે છે.

પટોલેએ એમ પણ કહ્યું કે ઓબીસી રિઝર્વેશન ફરી પાછું આવ્યા બાદ આગામી તમામ ચૂંટણીઓ થવી જોઈએ જેથી આ સમુદાયોના સભ્યોને કોઈ “રાજકીય નુકસાન” થાય નહીં. પટોલેએ કહ્યું કે “રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવી જોઈએ કે કેન્દ્ર સરકારને મહારાષ્ટ્રમાં OBCની વસ્તી ગણતરીનો ડેટા પૂરો પાડવામાં આવવો જોઈએ. રાજ્ય OBC પંચે પણ વહેલી તકે પ્રયોગમૂલક માહિતી એકત્રિત કરવી જોઈએ.”

27 ઓગસ્ટના રોજ સર્વપક્ષીય બેઠકમાં સર્વસંમતિથી સ્થાનિક નાગરિક સંસ્થાઓમાં ઓબીસી માટે આરક્ષણ ફરી આપાણી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ચૂંટણી ન યોજવાનો નિર્ણય લેવાયો હતો. પટોલેએ એમ પણ કહ્યું કે તેઓ મુખ્ય ઉદ્ધવ ઠાકરેને એડવોકેટ જનરલ પદ બાબતે પણ મળશે કારણ કે દેવેન્દ્ર ફડણવીસ સરકાર દ્વારા વર્તમાન એડવોકેટ જનરલ આશુતોષ કુંભકોણીની નિમણૂક કરવામાં આવી હતી. પટોલેએ દાવો કર્યો હતો કે “પરંપરાગત રીતે, સરકાર બદલાય ત્યારે એડવોકેટ જનરલ બદલાય છે.”

mumbai news maharashtra congress