ગુડ ન્યૂઝઃ સોમવારથી દરેક ધાર્મિક સ્થળો શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા

14 November, 2020 03:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગુડ ન્યૂઝઃ સોમવારથી દરેક ધાર્મિક સ્થળો શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા

ફાઈલ ફોટો

મહારાષ્ટ્ર સરકારે ધાર્મિક સ્થળો બાબતે મોટો નિર્ણય લીધો છે. સોમવારથી શ્રદ્ધાળુઓ માટે દરેક ધાર્મિક સ્થળોના દ્વાર ખોલવામાં આવ્યા છે. જોકે ઉદ્ધવ સરકારે મહારાષ્ટ્રના નાગરિકોને વિનંતી કરી છે કે તેઓ સોશ્યિલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન કરવાની સાથે કોવિડડ-19 સંબંધિત દરેક પ્રોટોકોલનું પાલન કરે.

રાજ્યમાં ઘણા સમયથી મંદિરોમાં શ્રદ્ધાળુઓને પ્રવેશ આપવા માટેની માગણી થઈ રહી હતી. મહારાષ્ટ્રના ગર્વનર બીએસ કોશયારીએ ગયા મહિને જ આ બાબતે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથે વાતચીત કરી હતી.

કોશીયારીએ કહ્યું હતું કે, તેમને ધાર્મિક સ્થળો ફરી શરૂ કરવા માટે ત્રણ રિપ્રેઝેન્ટેશન મળ્યા હતા. કોશીયારીએ ઠાકરેને પત્ર દ્વારા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર બાર, રેસ્ટોરન્ટ અને બીચમાં પ્રવેશ કરવાની પરવાનગી આપી શકે તો ધાર્મિક સ્થળોમાં પ્રવેશ કરવાની પરવાનગી શા માટે આપતી નથી. જો આગામી સમયમાં પણ તમે મારી વાતને ટાળશો તો મને અચંબો થશે કે તમે અચાનક ‘સેક્યુલર’ થઈ ગયા કે શું?

આ પત્રના જવાબમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, મારે ગર્વનર પાસેથી હિન્દુત્વનું સર્ટિફિકેટ લેવાની જરૂર નથી. જેમ અચાનક જ લૉકડાઉન કરવુ યોગ્ય નહોતુ એવી જ રીતે સંપૂર્ણ અનલોક કરવુ પણ યોગ્ય નથી. હુ પણ હિંદુ ધર્મને માનુ છું જેના માટે મારે વેરિફિકેશન કરવાની જરૂર નથી.

maharashtra mumbai uddhav thackeray