મહારાષ્ટ્ર સરકારે હવાઇ સેવાને આપી પરવાનગી, પણ શરતો લાગુ

24 May, 2020 11:05 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્ર સરકારે હવાઇ સેવાને આપી પરવાનગી, પણ શરતો લાગુ

ફાઇલ ફોટો

મહારાષ્ટ્ર સરકારે હવાઇ સંખ્યા નિર્ધારિત કરતાં ડોમેસ્ટિક વ્યાવસાયિક ફ્લાઇટ્સની પરવાનગી આપી દીધી છે. મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે રવિવારે (24 મેના) રોજ કહ્યું કે, "રાજ્ય સરકારે દરરોજ મુંબઇથી 25 ફ્લાઇટ્સના ટેક ઑફ અને લેન્ડિંગની પરવાનગી આપી છે. ધીમે ધીમે આ સંખ્યામાં વધારો કરવામાં આવશે." તેની સાથે જ તેમણે એ પણ કહ્યું કે સરકાર ટૂંક સંમયમાં જ આ સંબંધો દિશાનિર્દેશ જાહેર કરશે.

આ પહેલા, મહારાષ્ટ્રના મુખ્યમંત્રિી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે જ કહ્યું હતું કે રાજ્યમાં કોઇ પણ હવાઇ પ્રવાસ શરૂ કરવા માટે તેમણે નાગરિક વિમાનન મંત્રી હરદીપ સિંહ પુરી પાસે વધુ સમની માગ કરી છે. સાથે જ તેમણે એ પણ જણાવ્યું કે તે નક્કી ન કહી શકે કે રાજ્યમાં લૉકડાઉન 31મેના ખતમ થઈ જાય, કારણકે વાયરસનો પ્રસાર સતત વધી રહ્યો છે.

દેશમાં ડોમેસ્ટિક વિમાન સેવા શરૂ કરવાના બરાબર એક દિવસ પહેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, "આજે સવારે મેં નાગરિક વિમાનન મંત્રી હરદીપ સિંહ પુરી સાથે વાત કરી અને તેમની પાસેથી ડોમેસ્ટિક સેવા અંગે તૈયારી કરવાને લઈને વધુ સમયની માગ કરી છે."

નોંધનીય છે કે દેશમાં કોરોના વાયરસના પ્રસારને અટકાવવા માટે માર્ચના છેલ્લા અઠવાડિયામાં લાગૂ પાડવામાં આવેલા લૉકડાઉનને કારણે ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય વિમાન સેવાઓ અટકાવી દેવામાં આવી હતી. 25 માર્ચથી ડોમેસ્ટિક ફ્લાઇટ્સ સેવા ફરી શરૂ થવા જઈ રહી છે.

એકાએક લૉકડાઉન જાહેર કરવું અયોગ્ય હતું: ઠાકરે
આ દરમિયાન, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે કહ્યું કે એકાએક લૉકડાઉન લાગૂ કરવું અયોગ્ય હતું અને હવે આ તરત હટાવી નહીં શકાય. મહારાષ્ટ્રમાં કોવિડ-19ના કેસ વધે છે દરમિયાન ઠાકરેએ એ પણ કહ્યું કે આવનારી વર્ષા ઋતુમાં અત્યાધિક સતર્ક રહેવાની જરૂર છે. તેમણે ટીવી પર પ્રસારિત એક સંદેશમાં જણાવ્યું કે, "એકાએક લૉકડાઉન લાગૂ કરવું અયોગ્ય હતું અને હવે આ તરત હટાવવું પણ અયોગ્ય રહશે. અમારા લોકો માટે બેગણાં ઝાટકા જેવું થશે."

maharashtra mumbai mumbai news national news