મહારાષ્ટ્ર સરકાર પેટ્રોલ-ડીઝલ પર વેટ ઘટાડશે, CM એકનાથ શિંદેની જાહેરાત

04 July, 2022 06:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ પહેલા મહારાષ્ટ્ર વિધાનસભામાં મુખ્યમંત્રી તરીકેના પહેલા ભાષણમાં એકનાથ શિંદેએ કહ્યું, "બાળાસાહેબ ઠાકરે અને આનંદ દિધેના આશીર્વાદથી આજે એકનાથ શિંદેએ શિવસેના-બીજેપી સરકારની સ્થાપના કરી છે."

ફાઈલ તસવીર

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે (Eknath Shinde)એ રાજ્ય વિધાનસભામાં સોમવારે કહ્યું કે તેમની સરકાર ઇંધણ પર વેટ (મૂલ્ય સંવર્ધિત કર) ટૂંક સમયમાં જ ઘટાડશે. શિંદેએ વિશ્વાસ મત જીત્યા બાજ એક ચર્ચાનો જવાબ આપતા સદનને જણાવ્યું કે ઇંધણ પર વેટ ઘટાડવાનો નિર્ણય રાજ્ય મંત્રીમંડળમાં લેવામાં આવશે. આ પહેલા મહારાષ્ટ્ર વિધાનસભામાં મુખ્યમંત્રી તરીકેના પહેલા ભાષણમાં એકનાથ શિંદેએ કહ્યું, "બાળાસાહેબ ઠાકરે અને આનંદ દિધેના આશીર્વાદથી આજે એકનાથ શિંદેએ શિવસેના-બીજેપી સરકારની સ્થાપના કરી છે."

તાજેતરના બળવાના દિવસોને યાદ કરતા તેમણે કહ્યું, "મારી સાથે છેલ્લા 15-20 દિવસ સુધી શિવસેનાના 40 વિધેયક અને નિર્દળીય 11 વિધેયક, કુલ 50 વિધેયકોએ મારા પર વિશ્વાસ મૂક્યો અને આટલો મોટો નિર્ણય લેવાની હિંમત બતાવી.. આ માટે તેમણે બધાનો આભાર માન્યો." શિંદેએ કહ્યું, "મને હજી પણ વિશ્વાસ નથી થી રહ્યો કે આજે હું મુખ્યમંત્રી તરીકે સભાગૃહમાં બોલી રહ્યો છું કારણકે જો મહારાષ્ટ્રની જુદી જુદી ઘટનાઓ તમે જુઓ તો લોકપ્રિતિનિધિ વિપક્ષથી સત્તા તરફ જાય છે. પણ આજે ઐતિહાસિક ઘટના છે જેને દેશ અને રાજ્ય જુએ છે... મને દેવેન્દ્રજીએ ઝણાવ્યું કે 33 દેશ આને જોઈ રહ્યા છે. આ ઘટનામાં સત્તામાંથી અમે વિપક્ષ તરફ ગયા... અમારી સાથે અનેક મંત્રી હતા, તે પોતાનું મંત્રીપદ છોડી મારી સાથે આવ્યા, 50 વિધેયક મારી સાથે આવ્યા અને મારા જેવા એક કાર્યકર્તા જે બાળાસાહેબ અને દિધે સાહેબનો સૈનિક છે તેના પર તેમણે વિશ્વાસ મૂક્યો."

સીએમ શિંદેએ બળવો કરવાના કારણ પર પ્રકાશ પાડતા કહ્યું, "વિધાન પરિષદની ચૂંટણીના દિવસે જે રીતે મારી સાથે વર્તન કરવામાં આવ્યું કે અન્ય વિધેયકોએ જોયું, જે વર્તન કરવામાં આવ્યું તે મારાથી સહન થયું નહીં, અને મને મારા સાથી વિધેયકોના ફોન આવવા માંડ્યા અને તેના પછી બધા સાથે ચાલવા માંડ્યા... તે સમયે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો ફોન આવ્યો હતો.. પૂછતા હતા કે ક્યાં જઈ રહ્યા છો, મેં કહ્યું ખબર નથી. તેમણે પૂછ્યું ક્યાં સુધી આવશો, મેં કહ્યું ખબર નથી." પોતાના ભૂતકાળને યાદ કરતા એકનાથ ઘણાં ભાવુક થઈ ગયા અને તેમણે કહ્યું કે પાર્ટી માટે તેમણે ક્યારેય પોતાના ઘર-પરિવાર વિશે નહોતું વિચાર્યું. "માતા-પિતાને સમય ન આપી શક્યો, હું આવતો ત્યારે તે સૂતાં હોય અને જ્યારે ઉઠતો ત્યારે તે કામ પર જતા... શિવસેનાને સમય આપવાને કારણે હું મારા દીકરા શ્રીકાંતને સમય ન આપી શક્યો."

Mumbai mumbai news eknath shinde maharashtra