Unlock 5.0:મહારાષ્ટ્રમાં ઑક્ટોબરના પહેલા અઠવાડિયાથી ખુલશે રેસ્ટૉરંટ,બાર

28 September, 2020 08:02 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Unlock 5.0:મહારાષ્ટ્રમાં ઑક્ટોબરના પહેલા અઠવાડિયાથી ખુલશે રેસ્ટૉરંટ,બાર

ઉદ્ધવ ઠાકરે (ફાઇલ ફોટો)

ભારતમાં કોરોના (Coronavirus) વાયરસને કારણે અત્યાર સુધી 60 લાખથી વધારે લોકો સંક્રમિત થયા છે ત્યારે અત્યાર સુધી 95 હજારથી વધુના મોત થયા છે. દેશમાં 1 ઑક્ટોબરથી અનલૉક 5.0ની શરૂઆત થઈ જશે. એવામાં મહારાષ્ટ્ર (Maharashtra Government) સરકારે રેસ્ટૉરંટ અને બીયર બાર ખોલવાનો નિર્ણય લીધો છે, જ્યાં બેસીને લોકો જમી શકશે. રિપોર્ટ પ્રમાણે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ NRAI, AHAR, HRAWI જેવા ઘણાં રેસ્ટૉરન્ચ એસોસિએશન સાથે સોમવારે બેઠક કરી અને ત્યાર પથી નિર્ણય લીધો. જણાવવાનું કે કોરોના વાયરસ (Coronavirus Pendemic) મહામારીને કારણે રાજ્યના રેસ્ટોરન્ટ અને બીયર બાર લગભગ છેલ્લા છ મહિનાથી બંધ છે. જો કે, ટૅક અવે (Take Away)સર્વિસ ચાલુ છે.

ટૂંક સમયમાં જ જાહેર થશે ગાઇડલાઇન્સ
મહારાષ્ટ્ર ટૂરિઝ્મ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપાલ સેક્રેટરી વલ્સા આ નાયરે જણાવ્યું કે રાજ્યમાં રેસ્ટૉરન્ટ અને બાર ઑક્ટોબરના પહેલા અઠવાડિયામાં ખુલી જશે. આ માટે રાજ્ય સરકાર સ્ટાન્ડર્જ ઑપરેટિંગ પ્રોસીજર (SOP) તૈયાર કરી રહી છે. આ મામલે જોડાયેલા સૂત્રોએ મની કન્ટ્રોલને જણાવ્યું કે શરૂઆતમાં રેસ્ટૉરન્ટ અને બારને 50 ટકા કેપેસિટી સાથે શરૂ કરવાની પરવાનગી આપવામાં આવશે. આ માટે રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ ગાઇડલાઇન્સ જાહેર કરશે. જણાવવાનું કે અનલૉક-4 માટે જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન્સમાં કેન્દ્ર સરકારે રેસ્ટૉરન્ટ શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર પર છોડ્યો હતો.

2.5 કરોડ લોકોને થશે ફાયદો
રેસ્ટોરંટ અને બારના શરૂ થવાથી પ્રત્યક્ષ રીતે ઓછામાં ઓછા 60 લાક લોકોને અને અપ્રત્યક્ષ રીતે 1.8 કરોડ લોકોને લાભ થશે, જે હૉસ્પિટેલિટી સેક્ટર સાથે જોડાયેલા છે. જણાવવાનું કે કોરોના વાયરસને કારણે હૉસ્પિટેલિટી સેક્ટર સૌથી વધારે પ્રભાવિત થયું છે. મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાના 18,056 નવા કેસ સામે આવ્યા હતા, જેની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોનો આંકડો 13,39,232 થઈ ગયો અને અત્યાર સુધી કોરોનાને કારણે 35,571 લોકોના જીવ ગયા છે.

maharashtra national news coronavirus covid19 mumbai uddhav thackeray