ભાંડુપની મીઠાના અગરની જમીન પર અનધિકૃત બાંધકામો હટાવવા ઉદ્ધવ ઠાકરેને અરજ

20 January, 2021 08:12 AM IST  |  Mumbai | Ranjeet Jadhav

ભાંડુપની મીઠાના અગરની જમીન પર અનધિકૃત બાંધકામો હટાવવા ઉદ્ધવ ઠાકરેને અરજ

તસવીર: સમીર માર્કન્ડે

ભાંડુપ (પૂર્વ)માં મીઠાના અગરની જમીન પર અનધિકૃત બાંધકામો વિશે ‘મિડ-ડે’માં અહેવાલો પ્રકાશિત થયા બાદ પર્યાવરણવાદી નંદકુમાર પવારે એ બાંધકામો હટાવવાનો અનુરોધ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને કર્યો છે. નંદકુમાર પવાર કાંજુર માર્ગમાં મીઠાના અગરની જમીન પર ગેરકાયદે ઝૂંપડપટ્ટીના વધતા ફેલાવાને મુદ્દે સત્તાવાળાઓ સમક્ષ રજૂઆત કરી રહ્યા છે.

‘મિડ-ડે’એ ૧૪ જાન્યુઆરીએ પ્રકાશિત કરેલા અહેવાલમાં જણાવ્યું હતું કે જે કેન્દ્ર સરકાર મેટ્રો કારશેડ માટે કાંજુર માર્ગની મીઠાના અગરની ૧૦૨ એકર જમીનના ઉપયોગને મંજૂર કરતી નથી, એ કેન્દ્ર સરકાર ભાંડુપની મીઠાના અગરની જમીન પર અતિક્રમણ તરફ આંખ આડા કાન કરે છે. અહેવાલમાં ભાંડુપ(પૂર્વ)ની મીઠાના અગરની જમીન પર ૨૦૦ કરતાં વધારે વાંસ-લાકડાં અને તાલપત્રીના તેમ જ ઇંટ-રેતી-સિમેન્ટના કેટલાંક બાંધકામો ગેરકાયદે રીતે બંધાયા હોવાનું જણાવવામાં આવ્યું હતું. નંદકુમાર પવારે ભાંડુપ(પૂર્વ)ના શ્યામનગર-હેમા પાર્ક વિસ્તારના એ અનધિકૃત બાંધકામો હટાવવા માટે આદેશ આપવાનો મુખ્ય પ્રધાનને અનુરોધ કર્યો છે.

mumbai mumbai news bhandup uddhav thackeray ranjeet jadhav