૫૨૧ એકરમાં પથરાયેલી ફિલ્મસિટીની કાયાપલટ કરવાની સરકારે તૈયારી કરી

01 July, 2021 11:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આંતરરાષ્ટ્રીય કંપનીઓ પાસેથી ૨૮ જૂનથી ૨૭ જુલાઈ સુધીમાં અરજીઓ મગાવતી જાહેર નોટિસ પ્રસિદ્ધ કરી છે

ગોરેગામ ફિલ્મસિટી

ગોરેગામમાં આવેલી દાદાસાહેબ ફાળકે ચિત્રનગરી એટલે કે ફિલ્મસિટીની માળખાકીય સુવિધાના વિકાસ માટે એક્સપ્રેશન ઑફ ઇન્ટરેસ્ટ (ઈઓઆઇ) મગાવ્યા છે. રાજ્ય સરકાર હસ્તકની કંપનીએ ફિલ્મ અને મીડિયા એન્ટરટેઇનમેન્ટ ક્ષેત્રની રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય કંપનીઓ પાસેથી ૨૮ જૂનથી ૨૭ જુલાઈ સુધીમાં અરજીઓ મગાવતી જાહેર નોટિસ પ્રસિદ્ધ કરી છે.

નોટિસ અનુસાર કામગીરીમાં જાહેર-ખાનગી ભાગીદારી (પીપીપી)ના આધારે સ્ટુડિયોના ફ્લોર, આઉટડોર લોકેશન્સ, પોસ્ટ-પ્રોડક્શન સુવિધાઓ અને બાવીસ એકરની જમીન પર સંબંધિત સંલગ્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ વર્તમાન સમયમાં ફિલ્મસિટી ખાતે ૧૬ સ્ટુડિયો અને ઓપન ગ્રાઉન્ડ્સ સહિત ૪૦ કરતાં વધુ આઉટડોર લોકેશન્સ આવેલાં છે. અમે ટેક્નૉલૉજીની દૃષ્ટિએ અત્યાધુનિક સ્ટુડિયો ફ્લોર્સ ઊભા કરવા માગીએ છીએ અને આ માટે ઉદ્યોગના હિસ્સાધારકો પાસેથી ઇનપુટ્સ મગાવી રહ્યા છીએ એમ તેમણે જણાવ્યું હતું.

ફિલ્મસિટીનો કુલ વિસ્તાર ૫૨૧ એકર છે. એમાંથી ૨૧૧ એકર પર બાંધકામ કરી શકાય એમ છે.

mumbai mumbai news goregaon film city maharashtra