Maharashtra: સરકારી હૉસ્પિટલની નર્સ 48 કલાકની હડતાળ પર, જાણો વધુ

23 June, 2021 06:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ હડતાળ પદોન્નતિ અને COVID ભથ્થાં સહિત જુદી જુદી માગને લઈને કરવામાં આવી છે. નર્સે માગ ન માનવા પર અનિશ્ચિતકાલીન હડતાળની ચેતવણી પણ આપી છે.

ફાઇલ તસવીર સૌજન્ય સમીઉલ્લાહ ખાન

મહારાષ્ટ્રમાં સરકારી હૉસ્પિટલની નર્સ 48 કલાકની હડતાળ પર છે. આ હડતાળ પદોન્નતિ અને COVID ભથ્થાં સહિત જુદી જુદી માગને લઈને કરવામાં આવી છે. નર્સે માગ ન માનવા પર અનિશ્ચિતકાલીન હડતાળની ચેતવણી પણ આપી છે.

મહારાષ્ટ્રમાં પદોન્નતિ અને કોવિડ ભથ્થું સહિત જુદી જુદી માગને લઈને સરકારી હૉસ્પિટલની બધી નર્સ 48 કલાકની હડતાળ પર છે. મુંબઇના જેજે હૉસ્પિટલની 1300 નર્સ સહિત રાજ્યના 24 જિલ્લાના નર્સ આ હડતાળમાં સામેલ છે. મહારાષ્ટ્ર નર્સ એસોસિએશનની માગ છે કે જો તેમની માગ પૂરી નહીં કરવામાં આવે તો તે અનિશ્ચિત સમય માટે હડતાળ પર રહેશે.

નોંધનીય છે કે નાગપુરમાં સરકારી હૉસ્પિટલની 725 નર્સ સોમવારે 2 કલાકની સાંકેતિક હડતાળ પર હતી. જો કે, હડતાળનો સમય એવો રાખવામાં આવ્યો હતો કે જેથી કોઇપણ પ્રકારના કામ પર પ્રભાવ ન પડે. મેયોની 350 અને મેડિકલની 375 નર્સે પણ પોતાની વિભિન્ન માગને લઈને આ હડતાળ કરી હતી. નર્સની માગ હતી કે તેમને નર્સિંગ ભથ્થું, કોવિડ ભથ્થું, પદોન્નતિ અને અવકાશની સુવિધા આપવામાં આવે. પોતાની માગને લઈને નર્સ એસોસિએશને મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી સહિત રાજ્યના અનેક ચિકિત્સા શિક્ષણ તેમજ સંશોધન વિભાગના મંત્રીઓને પત્ર સોંપવામાં આવ્યો હતો. મંગળવારે પણ બે કલાકની સાંકેતિક હડતાળ કરવામાં આવી હતી. માગ માનવામાં નહીં આવે તો 23 અને 24 જૂન આખા દિવસની હડતાળની પણ ચેતવણી આપવામાં આવી હતી.

Mumbai mumbai news maharashtra