મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય, 22 થી 5 જાન્યુઆરી સુધી નાઈટ કર્ફ્યૂ જાહેર

21 December, 2020 07:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય, 22 થી 5 જાન્યુઆરી સુધી નાઈટ કર્ફ્યૂ જાહેર

ઉદ્ધવ ઠાકરે

ભારતમાં કોરોના વાઈરસના સંક્રમિતની સંખ્યા 1 કરોડ પાર કરી ચૂકી છે અને 1 લાખથી 45 હજાર વધારે લોકોની મૃત્યુ થઈ ગઈ છે, આ બધાની વચ્ચે કોરોનાથી સૌથી પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમાં એના સંક્રમણને ફેલાવાથી રોકવા માટે ઉદ્ધવ ઠાકરે સરકાર રાજ્યના મોટા શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લગાવવાની જાહેરાત કરી દીધી છે.

કોરોના વાઈરસના રોગચાળાને રોકવા માટે મહારાષ્ટ્ર સરકારે સોમવારે મોટો નિર્ણય લેતા રાજ્યના મોટા શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લગાવવાની જાહેરાત કરી છે. સરકારે કહ્યું કે નાઈટ કર્ફ્યૂ 22 ડિસેમ્બરથી પાંચ જાન્યુઆરી સુધી રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી લાગુ રહેશે.

જોકે આ પહેલા રવિવારે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે તેઓ રાજ્યમાં રાત્રિ કર્ફ્યૂ અથવા અન્ય કોઈ પ્રકારનો લૉકડાઉન કરવાના પક્ષમાં નથી. આ સાથે તેમણે જ જાહેરાત કરી હતી કે રાજ્યમાં આગામી છ મહિના સુધી માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે.

ઉદ્ધવ ઠાકરેએ એવું પણ કહ્યું હતું કે નિષ્ણાંતો ફરી એકવાર રાત્રિ કર્ફ્યૂ અથવા બીજા લૉકડાઉન લાદવાની તરફેણમાં છે, પંરતું તેઓ આ પ્રકારના પગલાનાં સમર્થનમાં નથી. તેમણે કહ્યું હતું કે રાજ્યમાં કોરોના સંક્રમણ પર સંપૂર્ણરીતે નિયંત્રિત નથી થઈ શક્યો, તો પણ સ્થિતિ નિયંત્રણમાં છે.

mumbai mumbai news uddhav thackeray coronavirus covid19