મહારાષ્ટ્રમાં મંજૂરી વિના CBIને 'નો એન્ટ્રી'

22 October, 2020 09:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રમાં મંજૂરી વિના CBIને 'નો એન્ટ્રી'

ફાઈલ ફોટો

મહારાષ્ટ્ર સરકાર દિલ્હીની વિશેષ પોલીસ સભ્યોને એક કાયદા હેઠળ રાજ્યમાં શક્તિઓ અને ન્યાયક્ષેત્રના ઉપયોગની સહમતિ પરત લેવા સબંધી એક આદેશ જાહેર કર્યો છે.

 આ પગલા હેઠળ CBIને હવે રાજ્યમાં શક્તિઓ અને ન્યાયક્ષેત્રના ઉપયોગ માટે સહમતિ નહી હોય. જે મહારાષ્ટ્ર સરકાર દ્વારા 22 ફેબ્રુઆરી, 1989માં જાહેર એક આદેશ હેઠળ આપવામાં આવી હતી અને તેને આ કેસની તપાસ માટે રાજ્ય સરકારની પરવાનગી લેવી પડશે, એમ મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે કહ્યું હતું.

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મોત કેસની તપાસ પહેલા મુંબઇ પોલીસ કરી રહી હતી પરંતુ પછી આ કેસમાં પટણામાં અભિનેતાના પિતા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે CBIને સોપવામાં આવ્યો હતો. સૂત્રો અનુસાર, હવે જો CBI કોઇ કેસની તપાસ કરવા માંગે છે તો તેને સહમતિ માટે રાજ્ય સરકારનો સંપર્ક કરવો પડશે. મહત્વપૂર્ણ છે કે પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન જેવા રાજ્ય પણ CBI તપાસને લઇને આ નિર્ણય લઇ ચુક્યા છે.

મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય ત્યારે આવ્યો છે જ્યારે CBIએ નકલી ટીઆરપી મામલે તપાસ માટે કેસ દાખલ કર્યો છે. જેનાથી સબંધિત ફરિયાદ ઉત્તર પ્રદેશમાં દાખલ કરવામાં આવી છે. ટીઆરપી કેસની તપાસ મુંબઇ પોલીસ કરી રહી છે. રિપબ્લિક ટીવી સહિત પાંચ ચેનલના નામ સામે આવી ચુક્યા છે. આ મામલે અત્યાર સુધી 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ ચેનલના અધિકારીઓના નિવેદન દર્જ કરી રહી છે.

maharashtra uddhav thackeray mumbai