Money Laundering Caseમાં નવાબ મલિકને ઝટકો, કૉર્ટે જામીન અરજી ફગાવી

30 November, 2022 03:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કૉર્ટે નવાબ મલિકની જામીન અરજી ફગાવી દીધી છે. જજે આદેશમાં કહ્યું કે કુર્લાના ગોવાવાળા કમ્પાઉન્ડની માલકિન મુનીરા પ્લમ્બરનું નિવેદન ખૂબ જ મહત્વનું છે.

નવાબ મલિક (ફાઇલ તસવીર)

મહારાષ્ટ્રના (Maharashtra Former Minister) પૂર્વ મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિકની (NCP Leader Nawab Malik) જામીન અરજી (Bail Plea) પર બુધવારે (Wednesday, 30 November) (30 નવેમ્બર) PMLA કૉર્ટે નિર્ણય (Order) સંભળાવ્યો. કૉર્ટે નવાબ મલિકની જામીન અરજી ફગાવી (Court Rejected Bail Plea) દીધી છે. જજે આદેશમાં કહ્યું કે કુર્લાના (Kurla) ગોવાવાળા કમ્પાઉન્ડની માલકિન મુનીરા પ્લમ્બરનું (Statement of Munira Plumber is Important) નિવેદન ખૂબ જ મહત્વનું છે. ઇડી (ED)એ નવાબ મલિકને (Nawab Malik) આ વર્ષે 23 ફેબ્રુઆરીના રોજ મની લૉન્ડ્રિંગ મામલે (Arrested for Money Laundering Case) ધરપકડ કરી હતી. ત્યારથી તે જ્યુડિશિયલ કસ્ટડીમાં (Judicial Custody) છે.

નવાબ મલિક જ્યુડિશિયલ કસ્ટડીમાં છે, પણ તબિયત ખરાબ હોવાને કારણે તે હાલ મુંબઈની કુર્લાની એક ખાનગી હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જ્યાં તે ઘણો સમયથી એડમિટ છે. ખાસ ન્યાયાધીશ આર એન રોકડેએ 14 નવેમ્બરના બન્ને પક્ષો તરફથી આપવામાં આવેલી દલીલ સાંભળ્યા બાદ મલિકની જામીન અરજી પણ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

નવાબ મલિકે અરજીમાં કહી આ વાત
કૉર્ટે પહેલા કહ્યું હતું કે તે પોતાનો આદેશ 24 નવેમ્બરે સંભળાવશે. જો કે, તે દિવસે કૉર્ટે એક કહેતા કેસને 30 નવેમ્બર સુધી સ્થગિત કર્યો કે આદેશ તૈયાર નહોતો. મલિકે જુલાઈમાં કૉર્ટ સામે નિયમિત જામીન અરજી દાખલ કરી હતી. એનસીપી નેતાએ એ કહેતા જામીન માગી કે મની લૉન્ડરિંગ મામલે તેમના પર કેસ ચલાવવાનો કોઈ આધાર જ નથી.

આ પણ વાંચો : નવાબ મલિકને હજુ થોડા દિવસ રહેવું પડશે જેલમાં, જામીન અરજી પર તૈયાર નથી નિર્ણય

ઇડીએ કર્યો હતો જામીનનો વિરોધ
તપાસ એજન્સીએ દાઉદ ઇબ્રાહિમ અને તેના જૂથ વિરુદ્ધ રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ) તરફથી દાખલ કેસને આધાર માનવા જામીનનો વિરોધ કર્યો હતો. ઇડીએ દાવો કર્યો કે આરોપી દાઉદ ઇબ્રાહિમ અને તેમની બહેન હસીના પારકર સાથે કામ કરી રહ્યો હતો અને તેના નિર્દોષ હોવાનો કોઈ પ્રશ્ન જ નથી. નવાબ મલિક વિરુદ્ધ ઈડીનો કેસ એનઆઇએ તરફથી દાઉદ ઈબ્રાહિમ અે તેના સહયોગીઓ વિરુદ્ધ ગેરકાયદેસર ગતિવિધિ અટકાવવાના નિયમ હેઠળ નોંધાયેલ એફઆઇઆરને આધારે છે.

Mumbai mumbai news maharashtra nawab malik nationalist congress party