✕

દાદર રેલવે-સ્ટેશનનું નહીં પણ મેટ્રો સ્ટેશનનું નામ ચૈત્યભૂમિ થશે : CMOની સ્પષ્ટતા

20 November, 2026 09:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જોકે ગુરુવારે આ બાબતે ચીફ મિનિસ્ટર્સ ઑફિસ (CMO) દ્વારા સ્પષ્ટતાં આપીને કહેવાયું હતું કે દાદર રેલવે-સ્ટેશનનું નહીં પણ દાદર મેટ્રો સ્ટેશનનું નામ ચૈત્યભૂમિ કરવામાં આવશે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મુંબઈના દાદર રેલવે-સ્ટેશનનું નામ બદલીને ચૈત્યભૂમિ કરવાનો નિર્ણય લેવાયો હોવાની જાહેરાત બુધવારે મુખ્ય પ્રધાને કરી હતી. જોકે ગુરુવારે આ બાબતે ચીફ મિનિસ્ટર્સ ઑફિસ (CMO) દ્વારા સ્પષ્ટતાં આપીને કહેવાયું હતું કે દાદર રેલવે-સ્ટેશનનું નહીં પણ દાદર મેટ્રો સ્ટેશનનું નામ ચૈત્યભૂમિ કરવામાં આવશે.

FDAએ ચાયોઝ, ફાઇવ સ્પાઇસ અને ‌બ્લિન્કઇટનાં લાઇસન્સ સસ્પેન્ડ કર્યાં

ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍‌મિ‌નિસ્ટ્રેશન (FDA)એ ગુરુવારે ૬ એસ્ટૅબ્લિશમેન્ટનાં લાઇસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધાં છે. આ એસ્ટૅબ્લિશમેન્ટમાં બાંદરા-વેસ્ટમાં આવેલા ફાઇવ સ્પાઇસ અને ક્વીન્સ, ચર્ચગેટમાં ગવર્નમેન્ટ લૉ કૉલેજની સામે આવેલું ચાયોઝ અને ફોર્ટ વિસ્તારમાં આવેલી બ્લિન્કઇટ જેનું સંચાલન બ્લિન્કઇટ કૉમર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા થાય છે જેવી જાણીતી એસ્ટૅબ્લિશમેન્ટનો સમાવેશ થાય છે. અન્ય એસ્ટૅબ્લિશમેન્ટમાં સાંતાક્રુઝ-વેસ્ટમાં આવેલા ઈવ, કોલાબાના સાસૂન ડૉક ખાતે આવેલા ડ્રોગેરિયા સેલર્સ પ્રાઇવેટ લિમિટેડ અને કોલાબામાં શહીદ ભગત સિંહ માર્ગ પર આવેલા અન્નદાતા કૅફે સામેલ છે.

ભિવંડીમાં આયાતી ખાદ્ય ચીજોની એક્સપાયરી-ડેટ બદલવાનું કૌભાંડ ઝડપાયું : મહારાષ્ટ્રમાં ૨૩ ફૂડ-બિઝનેસનાં લાઇસન્સ સસ્પેન્ડ, ૨.૨૩ કરોડ રૂપિયાનો જથ્થો જપ્ત

મહારાષ્ટ્ર ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍‍‌મિનિસ્ટ્રેશન (FDA)એ ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ રાજ્યભરમાં ૨૩ સંસ્થાઓનાં લાઇસન્સ સસ્પેન્ડ કર્યાં છે. આ કાર્યવાહી દરમ્યાન ૨.૨૩ કરોડ રૂપિયાની કિંમતનો ખાદ્ય પદાર્થનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે તેમ જ પુણેમાં ૮ અનરજિસ્ટર્ડ વિક્રેતાઓને તેમના વ્યવસાય બંધ કરવાનો આદેશ અપાયો છે. ભિવંડીમાં આવેલી DXP વેન્ચર્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાંથી ૨.૦૬ કરોડ રૂપિયાનો ખાદ્ય જથ્થો જપ્ત કરાયો હતો, જ્યાં આયાતી ખાદ્ય ઉત્પાદનો પર છાપેલી મૅન્યુફૅક્ચરિંગ અને એક્સપાયરી-ડેટ તેમ જ મૅક્સિમમ રીટેલ પ્રાઇસ (MRP) થિનર કેમિકલ વડે ભૂંસીને નવી વિગતો છાપવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું. જપ્ત કરાયેલા જથ્થામાં સ્પાર્કલિંગ વૉટર, એનર્જી ડ્રિન્ક્સ, સોડા, સાઉદી કૉકટેલ અને A2 બિલોના દેશી ઘીની વિવિધ જાતો સહિત ૧૪ પ્રકારનાં ઉત્પાદનોનો સમાવેશ થાય છે. આ સ્થળેથી થિનર કેમિકલ તેમ જ તારીખ અને MRP સ્ટૅમ્પિંગ કરવાની મશીનરી પણ મળી આવી હતી. ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્‍સ ઍક્ટની કલમ ૨૩, ૨૬ અને ૨૭ હેઠળ પ્રાથમિક દૃષ્ટિએ ઉલ્લંઘન જણાતાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

શનિવારે બાંદરાથી અમદાવાદની અને રવિવારે અમદાવાદથી બાંદરાની સ્પેશ્યલ ટ્રેન

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની વધારાની ભીડને ધ્યાનમાં રાખીને તેમની સુવિધા માટે બાંદરા ટર્મિનસ અને અમદાવાદ વચ્ચે વિશેષ ભાડાં પર સ્પેશ્યલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન-નંબર ૦૯૦૨૩ બાંદરા ટર્મિનસ-અમદાવાદ સ્પેશ્યલ ટ્રેન શનિવારે ૨૧ નવેમ્બરે બાંદરા ટર્મિનસથી સવારે ૪.૩૦ વાગ્યે ઊપડશે અને બપોરે ૧.૫૦ વાગ્યે અમદાવાદ પહોંચશે. ટ્રેન-નંબર ૦૯૦૨૪ અમદાવાદ-બાંદરા ટર્મિનસ સ્પેશ્યલ રવિવારે બાવીસ નવેમ્બરે અમદાવાદથી રાત્રે ૨.૩૦ વાગ્યે ઊપડશે અને બપોરે ૧૨ વાગ્યે બાંદરા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન બોરીવલી, પાલઘર, વાપી, સુરત, ભરૂચ, વડોદરા અને આણંદ સ્ટેશનો પર ઊભી રહેશે.

બાણગંગા પર કાર્તિકી પૂનમે મહાઆરતીનું આયોજન

આજે કાર્તિકી એકાદશી, દેવ ઊઠી એકાદશીથી કાર્તિકી પૂનમ સુધી દેવદિવાળીની ઉજવણી થવાની છે. મુંબઈનાં અનેક મંદિરોમાં, હવેલીઓમાં આજથી પૂનમ સુધીમાં તુલસી વિવાહ અને અન્ય મનોરથના ઉત્સવ ઊજવાશે. મલબાર હિલ પર આવેલા બાણગંગા તળાવ પર કાર્તિકી પૂનમ નિમિત્તે ૨૪ નવેમ્બરે મંગળવારે સાંજે ૬ વાગ્યે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. હજારોની સંખ્યામાં દીવડા પ્રગટાવી મહાઆરતી કરવામાં આવશે. વારાણસીમાં જે રીતે ગંગાઆરતીનું આયોજન થાય છે એવી જ રીતે અહીં પણ ભક્તિભાવ અને શાસ્ત્રોક્ત રીતે મહાઆરતી કરવામાં આવશે.

mumbai news food and drug administration tukaram mundhe dadar maharashtra government devendra fadnavis mumbai bhiwandi