મુંબઈગરાઓ શું આ વખતે મહેણું ભાંગશે?

13 October, 2014 04:01 AM IST  | 

મુંબઈગરાઓ શું આ વખતે મહેણું ભાંગશે?





મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનું મતદાન ૧૫ ઑક્ટોબરે છે એટલે વધુ ને વધુ લોકો મતદાન કરે એવા પ્રયાસો સરકારી અને પાર્ટીઓ એમ તમામ સ્તરે થઈ રહ્યા છે. ૧૯૬૦માં મહારાષ્ટ્ર રાજ્યની સ્થાપના થયા બાદ ૧૯૭૨ સુધી વિધાનસભાની ચૂંટણીઓમાં રાજ્યમાં મતદાનની ટકાવારી કરતાં મુંબઈમાં મતદાનની ટકાવારી હંમેશાં ઊંચી રહી હતી. ત્યાર બાદ એ રાજ્યમાં મતદાનની ટકાવારી કરતાં નીચે ઊતરતી ગઈ છે અને ૧૯૯૯થી આજ સુધી મુંબઈમાં વિધાનસભાની ચૂંટણીમાં મતદાનની ટકાવારી ૫૦ ટકા સુધી પણ પહોંચી નથી. જેમ કે ૨૦૦૯ની વિધાનસભાની ચૂંટણી વખતે રાજ્યમાં ૫૯.૫ ટકા મતદાન સામે મુંબઈમાં માત્ર ૪૬.૧ ટકા મતદાન થયું હતું. વિધાનસભાની ચૂંટણીમાં મુંબઈ અને રાજ્યમાં મતદાનના રસપ્રદ આંકડા ટકાવારીમાં આ પ્રમાણે છે.

મુંબઈ અને રાજ્યમાં મતદાન

ચૂંટણીનું વર્ષ

મહારાષ્ટ્ર

મુંબઈ

૧૯૬૨

૬૦.૪

૬૧.૮

૧૯૬૭

૬૪.૮

૬૭.૫

૧૯૭૨

૬૦.૬

૬૩.૭

૧૯૭૮

૬૭.૬

૬૦.૯

૧૯૮૦

૫૩.૩

૩૭.૧

૧૯૮૫

૫૯.૨

૪૬.૮

૧૯૯૦

૬૨.૩

૫૪.૬

૧૯૯૫

૭૧.૭

૫૮.૭

૧૯૯૯

૬૧.૯

૪૪.૯

૨૦૦૪

૬૩.૪

૪૮.૪

૨૦૦૯

૫૯.૫

૪૬.૧