Maharashtra: રાજ્યમાં ૨૦ ઑક્ટોબરથી શરૂ થશે ડિગ્રી કૉલેજ, જાણો વિગત

13 October, 2021 07:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સામંતે કહ્યું કે જે વિદ્યાર્થીઓએ કોવિડ-19 રસી (Vaccine)ના બંને ડોઝ લીધા છે, તેમને જ યુનિવર્સિટી અને કૉલેજમાં પ્રવેશ મળશે.

પ્રતિકાત્મક તસવીર

શાળાઓ (Schools) અને જુનિયર કૉલેજ (Junior Colleges) શરૂ કર્યા બાદ હવે રાજ્ય સરકારે ડિગ્રી કૉલેજ (Degree Colleges) શરૂ કરવાની જાહેરાત કરી છે. ઉચ્ચ અને તકનીકી શિક્ષણ પ્રધાન ઉદય સામંત (Minister Uday Samant)એ 20 ઑક્ટોબરથી તેની સાથે જોડાયેલી યુનિવર્સિટીઓ અને કૉલેજ શરૂ કરવાની જાહેરાત કરી છે.

કોરોના મહામારી (Corona Pandemic)ને કારણે રાજ્યમાં ગત વર્ષથી વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. હાલ રાજ્યમાં કોરોના સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. આવી સ્થિતિમાં સ્કૂલ અને જુનિયર કૉલેજ શરૂ થયા બાદ સવાલો ઊઠી રહ્યો છે કે ડિગ્રી કૉલેજ ક્યારે શરૂ થશે. બુધવારે મંત્રી ઉદય સામંતે પત્રકારો સાથે વાતચીત કરતા કૉલેજ શરૂ કરવાની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથેની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સામંતે કહ્યું કે જે વિદ્યાર્થીઓએ કોવિડ-19 રસી (Vaccine)ના બંને ડોઝ લીધા છે, તેમને જ યુનિવર્સિટી અને કૉલેજમાં પ્રવેશ મળશે. જે વિદ્યાર્થીએ હજી રસી નથી લોઇધઈ તેમના માટે સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર સાથે સંકલન કર્યા બાદ કૉલેજના આચાર્ય દ્વારા ખાસ રસીકરણ ઝુંબેશ શરૂ કરી શકાશે. યુનિવર્સિટી અને કોલેજના શિક્ષકો અને નોન-ટીચિંગ સ્ટાફને પણ પ્રાથમિકતા પર રસી આપવાની રહેશે. કૉલેજ સંપૂર્ણ ક્ષમતા સાથે શરૂ કરવી કે 50 ટકા ક્ષમતા સાથે તે નિર્ણય યુનિવર્સિટીએ તેના સ્તરે સ્થાનિક સત્તાવાળાઓ સાથે પરામર્શ કરીને લેવાનો રહેશે.

 

mumbai mumbai news maharashtra