મહારાષ્ટ્ર કોંગ્રેસ નેતા નાના પટોલેનો ભાજપ પર વાર, ક્હ્યું- મજાક ઉડાવનાર એક...

25 August, 2022 01:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કોંગ્રેસ નેતા નાના પટોલેએ કહ્યું કે આ પાર્ટીનો આંતરિક મામલો છે. રાહુલ ગાંધી પાર્ટીના અધ્યક્ષ બનવા નથી ચાહતા આ વાત મીડિયાના માધ્યમથી સામે આવી રહી છે. જો અશોક ગેહલોત પાર્ટીના પ્રમુખ બને તો પણ કોઈ સમસ્યા નથી.

નાના પટોલે

કોંગ્રેસના અંતરિમય અધ્યક્ષ સોનિયા ગાંધી 21 સપ્ટેમ્બર સુધીમાં પાર્ટીના નવા અધ્યક્ષ ચૂંટાવવાની ઘોષણા કરી ચૂક્યા છે. એવામાં એક બાજુ કેટલાક વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીના અઘ્યક્ષ બનવાના પક્ષમાં છે તો બીજી બાજુ રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત અધ્યક્ષ બનશે તેવી અટકલો ચાલી રહી છે. આ બધાની વચ્ચે મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેનું આ મુદ્દે નિવેદન સામે આવ્યું છે. 

કોંગ્રેસ નેતા નાના પટોલેએ કહ્યું કે આ પાર્ટીનો આંતરિક મામલો છે. રાહુલ ગાંધી પાર્ટીના અધ્યક્ષ બનવા નથી ચાહતા આ વાત મીડિયાના માધ્યમથી સામે આવી રહી છે. જો અશોક ગેહલોત પાર્ટીના પ્રમુખ બને તો પણ કોઈ સમસ્યા નથી. કોંગ્રેસમાં લોકતંત્ર છે.આ સિવાય તેમણે ભાજપ પર નિશાન સાધતાં કહ્યું કે ભાઈ ભતીજાવાદના નામ પર અમારી મજાક ઉડાવનારનો નાગપુરમાં એક પરિવાર છે. સમગ્ર દેશમાં ભાજપની રાજનીતિ તે જ પરિવારના આધારે ચાલે છે. કોંગ્રેસ સર્વસમ્મતિથી પાર્ટીના અધ્યક્ષ ચૂંટાનારા કોઈ પણ વ્યક્તિ સાથે ઉભી છે. 

નોંધનીય છે કે રાહુલ ગાંધીએ છેલ્લી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ નૈતિક જવાબદારી લેતા અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું હતું અને ત્યાર બાદ સોનિયા ગાંધી વચગાળાના અધ્યક્ષ તરીકે જવાબદારી નિભાવી રહ્યાં છે. ત્યારથી લઈ અત્યાર સુધી હજી પાર્ટીને કોઈ અધ્યક્ષ મળ્યુ નથી.  

mumbai news maharashtra congress