મુંબઈ હાઈવે પર બની એવી ઘટના કે એકનાશ શિંદેએ કાર રોકી જીવનનું મહત્વ સમજાવ્યું

13 September, 2022 10:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સોમવારે રાત્રે મુંબઈના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે (Western Highway)પર એક કારમાં અચાનક આગ લાગી ગઈ હતી.

ટ્વિટરમાંથી સ્ક્રિનશોટ

સોમવારે રાત્રે મુંબઈના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે (Western Highway)પર એક કારમાં અચાનક આગ લાગી ગઈ હતી. આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે (CM Eknath Shinde)નો કાફલો તે જ સમયે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. કારમાં લાગેલી આગ જોઈને મુખ્યમંત્રીએ કાફલો રોક્યો અને પીડિતોને સંપૂર્ણ મદદની ખાતરી આપી. કાર ચાલકે પણ તેમનો આભાર માન્યો હતો.

આગ લક્ઝરી કાર ટોયોટા ફોર્ચ્યુનર કારમાં લાગી હતી. મુખ્યમંત્રીએ કાર રોકી અને કાર માલિક સાથે વાત કરી. કાર ચાલકને હિંમત આપતાં તેમણે કહ્યું છે કે કાર કરતાં જીવન મહત્ત્વનું છે. આપણે નવી કાર મેળવી શકીએ છીએ, પરંતુ જીવન વધુ મહત્વનું છે. આ પછી મુખ્યમંત્રી ત્યાંથી ચાલ્યા ગયા હતાં. આ દરમિયાન ડ્રાઇવરે પણ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.

mumbai news eknath shinde western express highway