NCP નેતા શરદ પવારના નામે યોજનાને કૅબિનેટની મંજૂરીની, જન્મદિનની ભેટ

09 December, 2020 09:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

NCP નેતા શરદ પવારના નામે યોજનાને કૅબિનેટની મંજૂરીની, જન્મદિનની ભેટ

શરદ પવાર અને ઉદ્દવ ઠાકરે - ફાઇલ તસવીર

મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે એનસીપીના પ્રમુખ શરદ પવારના જાહેર કરેલી યોજના 'શરદ પવાર ગ્રામ સમૃધિ યોજના'ને મહારાષ્ટ્ર કૅબિનેટે 'શરદ પવાર ગ્રામ સમૃધિ યોજના' ને મંજૂરી આપી છે, જે રાજ્ય સરકારના રોજગાર ગેરંટી વિભાગ દ્વારા લાગુ કરવામાં આવશે.

શરદ પવારનો જન્મદિવસ 12 ડિસેમ્બરે છે ત્યારે જન્મદિવસ પહેલા ઉદ્ધવ સરકારે આ યોજના અમલમાં મૂકી છે. શરદ પવારના જન્મદિવસ પહેલા જ કેબિનેટ દ્વારા આ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. એમ મનાય છે કે મહારાષ્ટ્રમાં હાલની ગઠબંધન સરકારની રચના પાછળ શરદ પવારનો હાથ છે. ગયા વર્ષે શરદ પવારને કારણે જ શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની રચના થઈ હતી.

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજનાના સહયોગથી 'શરદ પવાર ગ્રામ સમૃધિ યોજના' મહારાષ્ટ્રમાં લાગુ કરવામાં આવશે. 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશને ધ્યાનમાં રાખીને આ યોજના અમલમાં મૂકવાનો વિચાર છે.

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ વિસ્તારોમાં યોગ્ય લાભ મેળવનારાઓને વ્યક્તિગત અને જાહેર કાર્યો માટે રોજગારીની તકો પૂરી પાડવાનો રહેશે, જે ગ્રામીણ વિસ્તારમાં રહેતા યુવાનોને રોજગાર મેળવવામાં મદદ કરશે. આને કારણે, તે ગામથી સ્થળાંતર અટકાવવામાં ઘણી મદદ મળશે તેવી અપેક્ષા છે.


યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં ગાય અને ભેંસ માટે કાયમી શેડ બનાવવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગ્રામ્ય વિસ્તારોમાં ગાય અને ભેંસના કાયમી શેડ માટે 77 હજાર 188 રૂપિયા આપવામાં આવશે. તેમજ સરકારે 6 પશુઓની અગાઉની જોગવાઈને રદ કરવાનો નિર્ણય લીધો છે. જો ત્યાં બે ઢોરાં હશે તો પણ સરકાર આ યોજનામાં ખેડુતોને શેડ બનાવવામાં મદદ મળશે. 

sharad pawar uddhav thackeray nationalist congress party