મહારાષ્ટ્ર કેબિનેટનું આગામી સપ્તાહે વિસ્તરણ; દેવેન્દ્ર ફડણવીસને મળશે ગૃહ ખાતું

07 August, 2022 04:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શિવસેનામાં બળવાને કારણે ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ શિંદે અને ફડણવીસે 30 જૂને અનુક્રમે મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા

એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે આવતા અઠવાડિયે ઓછામાં ઓછા 15 પ્રધાનોને સામેલ કરીને તેમના પ્રધાનમંડળનું વિસ્તરણ કરે તેવી શક્યતા છે. નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ મહત્ત્વનો ગૃહ પોર્ટફોલિયો રાખશે, એમ સૂત્રોએ રવિવારે પીટીઆઈને જણાવ્યું હતું.

ટોચના સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે “સુપ્રીમ કોર્ટ દ્વારા OBC આરક્ષણના મુદ્દાની સુનાવણીમાં વિલંબ થતાં રાજ્યમાં નગરપાલિકાની સુપ્રીમ કોર્ટ તરફથી સ્પષ્ટતા મળ્યા બાદ ઑક્ટોબરમાં યોજાય તેવી શક્યતા છે.

શિવસેનામાં બળવાને કારણે ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ શિંદે અને ફડણવીસે 30 જૂને અનુક્રમે મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા.

NCP નેતા અને ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન અજિત પવાર સહિત વિપક્ષી નેતાઓની ટીકાને આમંત્રિત કરીને, ત્યારથી આ બંને બે-સદસ્યની કેબિનેટ તરીકે કામ કરી રહ્યા છે.

“અજિત પવાર વિપક્ષના નેતા છે. તેણે આવી વાતો કરવી પડશે. અજિત દાદા સહેલાઇથી ભૂલી જાય છે કે જ્યારે તેઓ સરકારમાં હતા ત્યારે પ્રથમ 32 દિવસ માટે માત્ર પાંચ પ્રધાનો હતા.” ફડણવીસે રવિવારે પત્રકારોને જણાવ્યું હતું.

મહારાષ્ટ્ર કેબિનેટનું વિસ્તરણ "તમે કલ્પના કરો તે પહેલાં" થશે, ફડણવીસે પત્રકારોને નવા મંત્રીઓના સમાવેશ અંગેના વારંવારના પ્રશ્નોના જવાબમાં જણાવ્યું હતું.

ફડણવીસે કહ્યું કે “ભાજપે 2024ની લોકસભા ચૂંટણીમાં 16 સંસદીય મતવિસ્તારોની ઓળખ કરીને મહારાષ્ટ્રમાં પોતાનો પગપેસારો સુધારવાના મિશનની શરૂઆત કરી છે જ્યાં વિપક્ષી દળોની સતત જીતનો દોર રહ્યો છે.”

તેમણે કહ્યું કે આ મતવિસ્તારોમાં શિવસેનાના નેતાઓનો સમાવેશ થાય છે જેઓ હવે શિંદે કેમ્પમાં જોડાયા છે. “શિવસેના અને ભાજપ ગઠબંધનમાં લોકસભાની ચૂંટણી લડશે, તેથી ભાજપ આ મતવિસ્તારોમાંથી લોકસભાના વર્તમાન સભ્યોની જીત સુનિશ્ચિત કરવા માટે કામ કરશે.”

mumbai mumbai news maharashtra shiv sena bharatiya janata party eknath shinde