Maharashtra: આવતી કાલે થશે શિંદે સરકારની કેબિનટનું વિસ્તરણ, ફડણવીસને મળી શકે તે ગૃહ મંત્રાલય

08 August, 2022 05:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શિંદે સરકારનું કેબિનેટ વિસ્તરણ આવતીકાલે એટલે કે મંગળવારે થશે. મહારાષ્ટ્ર સરકારમાં 15 મંત્રીઓ હોઈ શકે છે. આવતીકાલે સવારે 11 વાગ્યે રાજભવન ખાતે દરેક વ્યક્તિ શપથ લેશે.

પીએમ મોદી સાથે સીએમ એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ (ફાઈલ ફોટો)

મહારાષ્ટ્ર કેબિનેટના વિસ્તરણને લઈને મોટા સમાચાર આવ્યા છે. શિંદે સરકારનું કેબિનેટ વિસ્તરણ આવતીકાલે એટલે કે મંગળવારે થશે. મહારાષ્ટ્ર સરકારમાં 15 મંત્રીઓ હોઈ શકે છે. આવતીકાલે સવારે 11 વાગ્યે રાજભવન ખાતે દરેક વ્યક્તિ શપથ લેશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ગૃહ મંત્રાલયની મહત્વની જવાબદારી આપવામાં આવી શકે છે.

અગાઉ, ઉદ્ધવ ઠાકરેના રાજીનામા પછી એકનાથ શિંદેએ મુખ્ય પ્રધાન તરીકે અને દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્ય પ્રધાન તરીકે 30 જૂને શપથ લીધા હતા. ત્યારથી સરકાર બે સભ્યોની કેબિનેટ તરીકે કામ કરી રહી છે. અહેવાલો અનુસાર શિંદે સરકારમાં ભાજપ તરફથી સુધીર મુનગંટીવાર, ચંદ્રીકાંત પાટીલ, ગિરીશ મહાજનને કેબિનેટમાં સામેલ કરવામાં આવી શકે છે. તેમાં શિંદે કેમ્પના ગુલાબ રાવ પાટીલ, સદા સાવરકર, દીપક કેસરકર પણ સામેલ થઈ શકે છે.


અગાઉ શિંદે-ફડણવીસ સરકાર કેબિનેટ વિસ્તરણ માટે વિપક્ષના નિશાના પર રહી છે. અજિત પવારે તાજેતરમાં કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણમાં વિલંબ થઈ રહ્યો છે કારણ કે શિંદે-ફડણવીસ જોડીને દિલ્હીથી લીલી ઝંડી મળી નથી. અમે કેબિનેટ વિસ્તરણ અને કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે મંત્રીની નિમણૂક કરવા માટે મુખ્યમંત્રી પાસે સતત માંગ કરી રહ્યા છીએ. રાજ્યમાં ભારે વરસાદ અને ખેડૂતોના પ્રશ્નો પણ માથું ઊંચકી રહ્યા છે, પરંતુ જ્યાં સુધી દિલ્હીથી ગ્રીન સિગ્નલ નહીં મળે ત્યાં સુધી સરકારમાં કેબિનેટ વિસ્તરણ થશે નહીં. તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પૂર્ણ થયા બાદ જ મંત્રીમંડળનું વિસ્તરણ થશે.

આના પર ફડણવીસે અજિત પવારના આ ટોણાનો જવાબ આપતા કહ્યું કે તેઓ વિપક્ષના નેતા છે. તેમને આ બધું કહેવું છે. અજિત દાદા સ્વેચ્છાએ ભૂલી જાય છે કે જ્યારે તેઓ સરકારમાં હતા ત્યારે શરૂઆતના 32 દિવસ માત્ર પાંચ મંત્રી હતા. જણાવી દઈએ કે ઉદ્ધવ સરકારના પહેલા એક મહિનામાં અજિત પવારને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા હતા.

mumbai news maharashtra eknath shinde