મહારાષ્ટ્રમાં 10 અને 12ની બૉર્ડ પરીક્ષા ટળી, કોરોનાની સ્થિતિ જોતા લેવાયો નિર્ણય

12 April, 2021 03:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કોરોનાના વધતા કેસને જોતા રાજ્યમાં 10 અને 12ની પરીક્ષા ટાળી દેવામાં આવી છે.

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસને જોતા 10 અને 12ની બૉર્ડની પરીક્ષા ટાળી દેવામાં આવી છે. મહારાષ્ટ્રનાં શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે કહ્યું કે મહારાષ્ટ્રની વર્તમાન કોવિડ-19 સ્થિતિને જોતા, અમે ધોરણ 10 અને 12ની બૉર્ડ પરીક્ષા સ્થગિત કરી દેવામાં આવી છે.

તેમણે કહ્યું કે ધોરણ 12ની પરીક્ષાઓ મેના અંત સુધીમાં આયોજિત કરવામાં આવશે, જ્યારે ધોરણ 10ની પરીક્ષાઓ જૂનમાં થશે. આને ધ્યાનમાં રાખીને નવી તારીખોની જાહેરાત કરવામાં આવશે.

શિક્ષણ મંત્રીએ કહ્યું કે અમે CBSE, ICSE અને IBને અનુરોધ કરશે કે તે પોતાની પરીક્ષાની તારીખો પર પુનર્વિચાર કરે. જણાવવાનું કે સીબીએસઇ બૉર્ડની પરીક્ષા ટાળવાને લઈને સતત માગ થઈ રહી છે.

કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકને પત્ર લખીને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બૉર્ડ (CBSE)ની બૉર્ડ પરીક્ષાઓ રદ્દ કરવાની વિદ્યાર્થીઓની માગ પર વિચાર કરવાનો આગ્રહ કર્યો છે.

મહારાષ્ટ્રમાં રવિવારે કોવિડ-19ના અત્યાર સુધીના સૌથી વધારે 63,294 નવા કેસ સામે આવ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધી 34,07,245 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને 57,987 લોકોના નિધન થયા છે.

maharashtra mumbai mumbai news