Maharashtra: રેલ્વે સ્ટેશન પર BJP નેતા કિરીટ સોમૈયાને લેવાયા અટકમાં

20 September, 2021 10:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભાજપ નેતા કિરીટ સોમૈયાને રવિવારે રાતે સતારા જિલ્લાના કરાડ રેલ્વે સ્ટેશન પર અટકમાં લેવાયા હતા.

કિરીટ સોમૈયા (ફાઇલ તસવીર)

ભાજપ નેતા કિરીટ સોમૈયાએ રવિવારે દાવો કર્યો કે કોલ્હાપુર જિલ્લાના અધિકારીઓએ જિલ્લામાં પ્રવેશ કરતા અટકાવી દીધા છે. સોમૈયાએ કહ્યું કે તેમણે મહારાષ્ટ્રના મંત્રી હસન મુશરિફ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપ મૂક્યા હતા, જેના પછી જિલ્લા પ્રશાસને સુરક્ષા સંબંધી ચિંતાઓ અને કાયદાકીય વ્યવસ્થાનો હવાલો આપતા આ પગલું લીધું છે. ભાજપ નેતા કિરીટ સોમૈયાને રવિવારે રાતે સતારા જિલ્લાના કરાડ રેલ્વે સ્ટેશન પર અટકમાં લેવાયા હતા.

કહેવામાં આવી રહ્યું હતું કે કિરીટ સોમૈયા સોમવારે કોલ્હાપુર જવાના હતા. એવામાં કોલ્હાપુર જિલ્લાના કલેક્ટરે ધારો 144 લાગૂ પાડતા તેમના વિરુદ્ધ પ્રતિબંધના આદેશ જાહેર કર્યા હતા. સાથે જ જિલ્લામાં 20 અને 21 સપ્ટેમ્બરના પણ ભીડ એકઠી થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

સોમૈયાએ ગ્રામીણ વિકાસ મંત્રી તેમજ કોલ્હાપુર જિલ્લાના કાગલથી વિધાયક મુશરિફ પર ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોવાના અને સંબંધીઓના નામે બેનામી સંપત્તિ રાખવાના 13 સપ્ટેમ્બરના આરોપ મૂક્યો હતો. સોમૈયાનો સોમવારે પશ્ચિમી મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં જવાનો કાર્યક્રમ હતો. તેમણે કોલ્હાપુરના જિલ્લાધિકારી રાહુલ રેખવાર તરફથી જાહેર 19 સપ્ટેમ્બરના એક આદેશ બતાવ્યો, જેમાં કહેવામાં આવ્યું છે કે સોમૈયાને ભારતીય દંડ સંહિતાનો ધારો 144 હેઠળ જીવનું જોખમ અને તેમના પ્રવાસને કાયદાકીય વ્યવસ્થા બગડવાની શક્યતાને જોતા જિલ્લામાં તેમના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 

આદેશમાં એ પણ કહેવામાં આવ્યું છે કે સોમૈયાને સુરક્ષા આપવાની જરૂર છે, પણ ગણપતિ વિસર્જનને કારણે પોલીસની વ્યસ્તતાને જોતા એ શક્ય નહીં થાય. મુંબઇના નવધર થાણાના વરિષ્ઠ નિરીક્ષક સુનીલ કાંબલેએ પણ સોમૈયાની નોટિસ જાહેર કરી તેમને કોલ્હાપુર પ્રશાસનના આદેશને પાલન કરવા જણાવ્યું છે. સોમૈયાનું મુલુંડ સ્થતિ નિવાસસ્થાન નવઘર થાણાં ક્ષેત્રમાં આવે છે.

કિરીટ સોમૈયાએ ટ્વીટ કરીને આ વર્તનને ઉદ્ધવ ઠાકરે સરકારની દાદાગિરી જણાવી છે. આ દરમિયાન ભાજપના મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટિલે આ પગલાને તાનાશાહીવાળું દર્શાવ્યું અને કહ્યું કે સોમૈયાનો અવાજ દબાવી નહીં શકાય. તેમણે કહ્યું કે બીજેપી અને સોમૈયા ભ્રષ્ટાચારના આ મામલાને તાર્કિક પરિણતિ સુધી પહોંચાડશે.

Mumbai mumbai news maharashtra bharatiya janata party kirit somaiya nagpur kolhapur