Maharashtra bandh LIVE:શિવસેનાના કાર્યકરોએ ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ટાયર સળગાવ્યા

11 October, 2021 02:19 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રમાં બંધ દરમિયાન ફળો, શાકભાજીથી લઈને ઘણી દુકાનો બંધ કરવામાં આવી છે અને કેટલાક વિસ્તારોમાંથી હિંસાના અહેવાલો પણ આવી રહ્યા છે.

બંધ દરમિયાન શિવસેનાના કાર્યકરોએ ટાયર સળગાવ્યા(તસવીરઃ રાજેશ ગુપ્તા)

મહારાષ્ટ્રમાં બંધ દરમિયાન ફળો, શાકભાજીથી લઈને ઘણી દુકાનો બંધ કરવામાં આવી છે અને કેટલાક વિસ્તારોમાંથી હિંસાના અહેવાલો પણ આવી રહ્યા છે. એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાના શાસક ગઠબંધન મહા વિકાસ આઘાડી (એમવીએ) એ શનિવારે કહ્યું હતું કે આપણું રાજ્ય દેશના ખેડૂતો સાથે છે તે બતાવવા માટે બંધનું એલાન આપવામાં આવ્યું છે.

શિવસેનાના કાર્યકરોએ હાઈવે પર ટાયર સળગાવ્યા

મુબંઈ મેયર કિશોરી પેડનેકર શિવસેના સાથે વિરોધ પ્રદર્શનમાં જોડાયા

રાજભવન પાસે પોલીસ બંદોબસ્ત

ઉત્તરપ્રદેશના લખીમપુર ખેરીમાં ખેડૂતોની હત્યાના વિરોધમાં મહારાષ્ટ્ર બંધની અસર દેખાવા લાગી છે. ફળો, શાકભાજીથી લઈને ઘણી દુકાનો બંધ થઈ ગઈ છે અને કેટલાક વિસ્તારોમાંથી હિંસાના અહેવાલો પણ આવી રહ્યા છે. જોકે, આવશ્યક ચીજવસ્તુઓના વેચાણની મંજૂરી આપવામાં આવી છે. 

એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાના ગઠબંધન શાસક મહા વિકાસ આઘાડી (એમવીએ) એ શનિવારે કહ્યું હતું કે આપણું રાજ્ય દેશના ખેડૂતો સાથે છે તે બતાવવા માટે બંધનું એલાન આપવામાં આવ્યું છે. શિવસેનાના સાંસદ સંજય રાઉતે શનિવારે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં ખેડૂતોની હત્યાના વિરોધમાં 11 ઓક્ટોબરના રોજ મહારાષ્ટ્ર બંધમાં તેમની પાર્ટી પૂરી તાકાતથી ભાગ લેશે.

મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી સરકાર બંધ થવાના કારણે સામાન્ય લોકોને પણ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા સ્થળોએ બસોમાં તોડફોડના અહેવાલો પણ આવ્યા છે. આ સાથે જ ભાજપના પ્રવક્તા અને ધારાસભ્ય રામ કદમે આ બંધને લઈને રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે જો લોકોને બંધ માટે જવાની ફરજ પડશે તો અમે પણ રસ્તા પર ઉતરીશું.

બેસ્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે મોડી રાતથી શહેરના વિવિધ વિસ્તારોમાં તેમની નવ બસોને નુકસાન થયું છે. બેસ્ટ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પ્રદર્શનકારીઓએ વહેલી સવારે ધારાવી, માનખુર્દ, શિવાજી નગર, ચારકોપ, ઓશિવારા, દેઓનાર અને ઈનોર્બિટ મોલ પાસે ભાડે લીધેલી એક સહિત નવ બસોમાં તોડફોડ કરી હતી.

maharashtra mumbai news mumbai shiv sena bharatiya janata party