લૉકડાઉનનો સદુપયોગ, બાપ-દીકરાએ કૂવો ખોદીને ઉકેલી પાણીની સમસ્યા

03 June, 2020 07:48 AM IST  |  Mumbai | Agencies

લૉકડાઉનનો સદુપયોગ, બાપ-દીકરાએ કૂવો ખોદીને ઉકેલી પાણીની સમસ્યા

કૂવો

લૉકડાઉનના સમય‍નો લોકો કંઈક નવું શીખવામાં ઉપયોગ કરી રહ્યા છે ત્યારે ઔરંગાબાદના મૂળઝારા ગામમાં રહેતા પિતા-પુત્રએ પાણીની સમસ્યાનો નિવેડો લાવવા પોતાના ઘરના પ્રિમાઇસિસમાં ૧૬ ફુટ ઊંડો ખાડો ખોદીને પાણી કાઢ્યું હતું.

ઔરંગાબાદના મૂળઝારા ગામમાં રહેતા સિદ્ધાર્થ દેવકે અને તેના પુત્ર પંકજે ચાર દિવસમાં આ કામ કર્યું હતું. સિદ્ધાર્થ દેવકેએ જણાવ્યું હતું કે ‘હું રિક્ષા-ડ્રાઇવર છું. લૉકડાઉનને કારણે રિક્ષામાં મુસાફરો મળતા નહોતા. આ સાથે હું એક લોકલ બૅન્ડ સાથે પણ જોડાયેલો હતો, પરંતુ લૉકડાઉનમાં એ વ્યવસાય પણ ઠપ થયો હોવાથી હું સંપૂર્ણપણે બેરોજગાર હતો. દરમ્યાન અમારા ગામમાં પાણીની સખત તંગી વર્તાવા લાગી હતી જેના કારણે અમને પાણી મળતું નહોતું. લૉકડાઉનના સમયમાં મેં અને મારા દીકરાએ ઘરની પાસે એક ખાડો ખોદીને એમાંથી પાણી કાઢવાનો પ્રયાસ કર્યો અને ખાડો ૧૬ ફુટ ઊંડો ખોદતાં ચાર દિવસમાં પાણી દેખાયું અને અમને એમાં સફળતા મળી.’

પુત્ર પંકજે કહ્યું કે ‘મારા પિતા ખાડો ખોદતા અને એ ખાડામાંથી નીકળતી માટી અને કાટમાળ હું ડોલમાં ભરીને બહાર કાઢતો હતો. હવે અમને જોઈએ ત્યારે ઘરમાં પાણી મળી રહે છે.

maharashtra aurangabad lockdown coronavirus covid19