તૂટી શકે છે મહારાષ્ટ્ર વિધાનસભા: સંજય રાઉતે આપ્યા સંકેત

22 June, 2022 02:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શિવસેના મંત્રી એકનાથ શિંદે પાર્ટી વિધેયકો સાથે આસામ પહોંચી ગયા છે. તેઓ ત્યાંની હોટલ રેડિશન બ્લૂમાં રોકાયા છે. તેના પછી ઉદ્ધવ સરકાર પર સંકટ ઘેરાયું છે.

સંજય રાઉત (ફાઈલ તસવીર)

મહારાષ્ટ્રમાં શિવસેના નેતા એકનાથ શિંદેના બાગી વલણને કારણે રાજનૈતિક ઘમાસાણ મચ્યો છે. આ દરમિયાન, માહિતી છે કે મહારાષ્ટ્ર વિધાનસભા તૂટી શકે છે. એવા સંકેત શિવસેના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે ટ્વીટ કરીને આપ્યા છે. જણાવવાનું કે શિવસેના મંત્રી એકનાથ શિંદે પાર્ટી વિધેયકો સાથે આસામ પહોંચી ગયા છે. તેઓ ત્યાંની હોટલ રેડિશન બ્લૂમાં રોકાયા છે. તેના પછી ઉદ્ધવ સરકાર પર સંકટ ઘેરાયું છે.

એકનાથ શિંદેનો દાવો છે કે તેમની પાસે છ નિર્દળીય વિધેયકોનું પણ સમર્થન છે, અને આ રીતે કુલ 46 વિધેયકો તેમની સાથે છે. તો શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે સવારે મારી એકનાથ શિંદે સાથે 1 કલાક સુધી વાત થઈ છે. ન તો અમે શિંદેને છોડી શકશું અને ન તે અમને. વધુમાં વધુ સત્તા જશે પણ અમે ફરી જંગ જીતી જશું.

ગુવાહાટી ઍરપૉર્ટ પર એકનાથ શિંદેએ ફરી એકવાર કહ્યું કે તે બાળાસાહેબ ઠાકરેના હિંદુત્વને આગળ લઈ જશે. નોંધનીય છે કે તેમણે સૂરત ઍરપૉર્ટ પર પણ કહ્યું હતું કે તેમણે બાળાસાહેબ ઠાકરેનો હિંદુત્વ છોડ્યો નથી. તેમણે કહ્યું હતું કે, "હું ઇચ્છું છું કે ભાજપ સાથે મળીને ઉદ્ધવ ઠાકરે સરકાર બનાવે."

Mumbai mumbai news sanjay raut shiv sena