ગુજરાતની સરખામણીએ મહારાષ્ટ્ર આગળ છે : રાહુલ ગાંધી

13 October, 2014 03:48 AM IST  | 

ગુજરાતની સરખામણીએ મહારાષ્ટ્ર આગળ છે : રાહુલ ગાંધી




ગઈ કાલે કૉન્ગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ નાગપુર જિલ્લામાં રામટેક ખાતે એક રૅલીને સંબોધતાં જણાવ્યું હતું કે વિકાસના મુદ્દે મહારાષ્ટ્ર ગુજરાત કરતાં આગળ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને BJPના અન્ય નેતાઓ દ્વારા કરવામાં આવેલો દાવો તેમણે ફગાવી દીધો હતો. રાહુલે કહ્યું હતું કે ‘તેઓ જણાવે છે કે અમે છેલ્લાં ૬૦ વર્ષોમાં કોઈ કામ કર્યું નથી. જો આ બાબત સાચી હોય તો શું મહારાષ્ટ્રે આટલી બધી પ્રગતિ કરી હોત?’

વડા પ્રધાનનાં વક્તવ્યો પર હુમલો કરતાં રાહુલે જણાવ્યું હતું કે ‘કેટલાક લોકો ગાંધીજીનું નામ લે છે, પરંતુ તેમનો વ્યવહાર ગાંધીજીના વિચારોથી વિપરીત છે. અમે ગાંધીજીની પૂજા કરવાને બદલે તેમના વિચારોને અમલમાં મૂકવામાં માનીએ છીએ.’

આ પ્રસંગે રાહુલે મોદી સરકારની ૧૦૮ જીવનઆવશ્યક દવાઓના ભાવ વધારવા માટે ટીકા કરી હતી. આ દવાઓમાં કૅન્સરની દવા પણ સામેલ છે. રાહુલે વડા પ્રધાનની ટીકા કરતાં જણાવ્યું હતું કે ચીને ભારતની સીમામાં ઘૂસણખોરી કરી હતી ત્યારે વડા પ્રધાન તેમના પ્રમુખ સાથે હીંચકા ખાઈ રહ્યા હતા.

દેશનું નિર્માણ જનતા કરે છે, નેતા નહીં એમ રાહુલે જણાવ્યું હતું. અમારી નીતિઓને લીધે ૩૦ લાખ યુવાનોને નોકરી મળશે એમ જણાવતાં રાહુલે શ્ભ્ખ્ સરકારનાં વખાણ કયાર઼્ હતાં.

સત્તામાં આવતાં ૧૦૦ દિવસમાં કાળું નાણું દેશમાં પાછું લાવવાના મોદી સરકારના વચનની રાહુલે હાંસી ઉડાડી હતી.

રાહુલે મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણને સાફ છબિ ધરાવતા નેતા ગણાવ્યા હતા.