Maharashtra:સોલાપુરમાં SUV અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર, 4નું મોત

12 February, 2021 02:50 PM IST  |  Solapur | Gujarati Mid-day Online Correspondent

Maharashtra:સોલાપુરમાં SUV અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર, 4નું મોત

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં શુક્રવારે સવારે 6 વાગ્યે એસયૂવી કાર અને ટ્રકની ભયાનક ટક્કરમાં એક છોકરી સહિત ચાર લોકોનું મોત થયું છે અને બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દુર્ઘટના સાંગોલા-પંઢરપુરના કસેગાંવ પાસે થઈ હતી. ઘાયલ થયેલા લોકોમાંથી એકની હાલત ખૂબ જ નાજુક હોવાનું જણાવાયું છે.

પંઢરપુર તહસીલ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર કિરણ અવચરે કહ્યું, 'મૃતક અને ઘાયલ કોલ્હાપુર જિલ્લાના ચંદગઢ તહસીલના રહેવાસી હતા. તેઓ પંઢરપુરમાં ભગવાન વિઠ્ઠલના દર્શન કરવા જઈ રહ્યા હતા.' મળેલી જાણકારી અનુસાર એસયૂવી કારમાં કુલ 16 લોકો પ્રવાસ કરી રહ્યા હતા.

આ દુર્ઘટનામાં એક વ્યક્તિ, બે મહિલાઓ અને એક છોકરીનું મોત નીપજ્યું હતું, જેમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તેમણે કહ્યું કે એસયૂવીના ચાલકે વાહન પર નિયંત્રણ ગુમાવી દીધો હતો, જેના કારણે તે રસ્તાની સાઈડ પાર્ટમાં ઉભેલા ટ્રક સાથે ટકરાઈ હતી. આ ટક્કર એટલી ભયંકર હતી કે એસયૂવીને કટરથી કાપીને મૃતદેહોને બહાર કાઢવા પડ્યા. આ અકસ્માતમાં મૃતકોના મૃતદેહોને ભારે નુકસાન પહોંચ્યું છે. મૃતદેહો અને ઈજાગ્રસ્તોને પેટા-જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

નોંધનીય છે કે ગયા મહિને 23 જાન્યુઆરીના રોજ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં એક વાહનમાંથ 150 ફૂટ ઊંડા ખીણમાં પડી જવાથી પાંચ લોકોનું મોત નીપજ્યું હતું અને સાત લોકો ખરાબ રીતે ઈજાઓ થઈ હતી. પોલીસ અધિકારીઓ પાસેથી મળેલી જાણકારી અનુસાર અકસ્માત સવારે લગભગ 10.30 વાગ્યાના આસપાસ તોરણમલ હિલ સ્ટેશનથી લગભગ 10 કિલોમીટર દૂર સ્થિત ખાકી ઘાટના ડુંગરાળ વિસ્તારમાં થયો હતો. તમામ પીડિતો નંદુરબારના ઝપ્પી ફલાઈ ગામના રહેવાસી હતી. આ લોકો દૈનિક ઉપયોગની વસ્તુઓની ખરીદી કરવા માટે વાહનથી તોરણમલ જઈ રહ્યા હતા. ચાલકનું વાહન પરથી નિયંત્રણ ગુમાવતા આ વાહન 150 ફૂટ ઊંડી ખીણમાં પડી ગયું હતું.

maharashtra mumbai news solapur mumbai